આવું તુજ શરણે

સામાન્ય

(રાગ – ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત…)

 

અત્રી અનસૂયાના કુમાર,

આવું તુજ શરણે,

દઈ દેવ પણું દત્તાત્રય થાય,

આવું તુજ શરણે.

 

વિશ્વવ્યાપી દિગંબર જે સઘળે વસે,

અલ્પવ્યાપી હું હૈયામાં મારાં હસે,

મને લાગ્યો છે તારો વિકાર.                  આવું તુજ શરણે…

 

અન્નપૂર્ણા ઝોળીમાં જઈને રમી,

તેથી આખાયે જગ કેરી ભૂખ છે શમી,

કંઈક જન્મોની ભૂખ મટી જય.               આવું તુજ શરણે…

 

જ્ઞાન ગંગા કમંડલ મહીં નાચતી,

માળ જીવ અને જગદીશ સંબંધ બાંધતી,

શંખનાદ બ્રહ્મના સૂર ગાય.                  આવું તુજ શરણે…

 

એનાં ત્રિશૂળે ત્રિવિધ સંતાપો બળે,

વળી જન્મોનો ચકરાવો ચક્રથી ટળે,

પદ્મ જેવું જીવન શુદ્ધ થાય.                  આવું તુજ શરણે…

 

વેદ શ્વાન બની ચરણોનું ચુંબન કરે,

વદે નેતી નેતી ને અચરચથી જૂવે,

મળે ભોગીને યોગનો વિચાર.               આવું તુજ શરણે…

 

દીન હીન તોય મુજબે તેં શરણું દીધું,

કીધો દિલનો સમ્રાટ ને અભય પદ દીધું,

આત્મ ગૌરવનો કીધો સંચાર.              આવું તુજ શરણે…

=== ૐ ===

ચૈત્ર સુદ નોમ ‘રામ નવમી’, સં. ૨૦૪૮, શનિવાર. તા. ૧૧-૪-૧૯૯૨.

ગામ – અંગારી, તા. સંખેડા, જી. વડોદરા. ઘર મંદિરની ભાવ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ વાગે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s