તમે છત્ર છાયા.

સામાન્ય

ત્રિવિધ તાપ સળગાવતા કંઈક કાયા,

બળેલાં જનોની તમે છત્ર છાયા…             ત્રિવિધ. . .

 

તમે ઊર્મિ અંકુર દિલમાં ઉછેર્યા,

ખીલ્યાં ભાવ પુષ્પો જગતને વહેંચ્યાં,

બન્યા ગોપી સમ સૌ લગાડી શું માયા?     બળેલાં. . .

 

તમો શ્વાસ વિશ્વાસનો એમ ફૂંક્યો,

ગબડતો અડીખમ થઈને ભભૂક્યો,

ગીતો અસ્મિતાના નમાલાયે ગાયા…        બળેલાં. . .

 

તમે માનવીનાં હૃદય કેરું દર્પણ,

જૂએ ભૂલ ખુદની કરે એનું તર્પણ,

કરાવીને સ્વાધ્યાય પાપો નિવાર્યા…         બળેલાં. . .

 

તમે મુજ હૃદય મંદિરે છો બિરાજ્યા,

મધુર શબ્દ મન ઘૂમ્મટે ખૂબ ગાજ્યા,

તમે સ્નેહ થૈ રોમે રોમે છવાયા…               બળેલાં. . .

=== ૐ ===

ભાદરવા વદ અમાસ, સં. ૨૦૪૮, શનિવાર. તા. ૨૬-૬-૧૯૯૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s