સજાવે કોક દિ લજવે

સામાન્ય

“न जाने संसार: किममृतमय: किं विषमय: ।।”

 

ન સમજાતું નચાવું કે નચવતી જીંદગી મુજને,

સજાવે કોક દિ લજવે; શું કહેવું જીંદગી તુજને?

 

સજાવી પુષ્પની શૈયા મહકતી નીંદ લેવાને,

છૂપેલાં કંટકો ડંખ્યા મળી દુ:ખ દેણ સૂવાને…                સજાવે. . .

 

કહું જે લોહીનો સંબંધ તે શાને ત્યજી જાયે,

પ્રભુનો રક્તનો સંબંધ દેતો સાથ તરવાને…                  સજાવે. . .

 

ચહ્યુ’તું સાથ જ્યાં મળશે મળી લાતો ચરન તેને,

તમાચો કે મળે તાળી શું દેશે હાથ? કો’ જાણે…              સજાવે. . .

 

કદીક લાગે હું માલિક છું સજાવીશ જીંદગી મારી,

નીચોવે આંખને તકદીર ભૂંસે સ્વપ્ન દુનિયાને…            સજાવે. . .

 

મેં ચાહ્યા સુખ તે સઘળાં દુ:ખોનો ફાલ થઈ ફાલ્યા,

પ્રભુ! સમજાવ કે સુખ શું? હરિ લેને તું મૂંઝવણને…        સજાવે. . .

=== ૐ ===

અષાઢ વદ નોમ, સં. ૨૦૪૮, શુક્રવાર. તા. ૨૪-૭-૧૯૯૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s