મનુષ્ય ગૌરવ દિન.

સામાન્ય

(રાગ – આડંબરને ઊથલાવે એ યુવાની સાચી…)

 

ભૂલી ખુદને સૌનું ગૌરવ;

ભમતો માનવ દીન,

પાંડુરંગે ત્યારે દીધો;

મનુષ્ય ગૌરવ દિન.

 

સ્વાર્થ સાધના ધ્યેય જીવનનું,

કષ્ટ વિના સઘળું મેળવવું,

આળસ અજગર એને ગળતો,

તોય ન થાતો ખિન્ન…                        પાંડુરંગે. . .

 

સઘળાં સુખો ખુદને માટે,

દુ:ખ લખ્યા છે અન્ય લલાટે,

ખુદને સૌથી મોટો માને,

બાકીના સૌ હીન…                          પાંડુરંગે. . .

 

પ્રેય કાજ છોડે સંસ્કૃતિ,

શ્રેય મહીં લવલેશ ન વૃત્તિ,

ધર્મ નીતિની હાંસી કરતો,

પ્રભુ તરફ ગમગીન…                      પાંડુરંગે. . .

 

નિજનું ગૌરવ જે કો જાણે,

સ્વાભિમાન બીજાનું માણે,

સૌની ગૌરવ ગરિમા પૂજતો,

શ્રેષ્ઠ મહીં થૈ લીન…                        પાંડુરંગે. . .

=== ૐ ===

આસો સુદ ચોથ, સં. ૨૦૪૮, બુધવાર. તા. ૩૦-૯-૧૯૯૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s