અમૃતાલયમ્

સામાન્ય

હતી ઝૂંપડી તે આજ બની અમૃતાલયમ્,

વસ્યા હોંસે આવીને યોગેશ્વર સ્વયમ્.

 

કર્મયોગ બીજ લોક હૈયામાં વાવ્યા,

ભક્તિની જલધારે એને ઉગાડ્યા,

પાંડુરંગે સર્જ્યું એવું માનવ ઉપવન…                વસ્યા હોંસે. . .

 

કૃતિ ભક્તિની અમે જાજમ બીછાવી,

ભાવ ભક્તિ પુષ્પોની ફોરમ વહાવી,

શ્યામ સ્વીકારો નૈવેદ્ય દઈએ જીવન…              વસ્યા હોંસે. . .

 

સંઘ સહકાર સંપ શાંતિ રેલાવીયે,

સુખ દુ:ખમાં સમરસ થૈ એકતા જગાવીયે,

જોઈ યોગેશ્વર રીઝે તેમ કરીએ જીવન…            વસ્યા હોંસે. . .

 

સદીઓથી યોગેશ્વર મહેલોમાં મહાલ્યા,

દાદાએ ઝૂંપડીમાં લાવી વસાવ્યા,

અહીં સૂણતા એ હૈયાંથી નીતર્યા કવન…           વસ્યા હોંસે. . .

 

યોગેશ્વર આખાયે ગામ કેતો બાપ છે,

સૌ પર વહાવે એ કરુણા અમાપ છે,

એવાં પિતાનું સ્થાન પ્યારું અમૃતાલયમ્…        વસ્યા હોંસે. . .

=== ૐ ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s