દાદા તમારી.

સામાન્ય

ઝાકળ મહીં નહાઈ પાવિત્ર્ય થૈ પ્રગટતી,

પુષ્પોની પાલખીમાં પમરાટ થૈ પ્રસરતી,

વાયુની જેમ મૂંગી પદરવ જરા ન થાયે,

દાદા તમારી કીર્તિ બ્રહ્માંડમાં વિહરતી.

 

થઈ રાષ્ટ્રસંઘ માંહી ચર્ચા ગુણીજનોમાં,

પામ્યા નવાઈ ત્યારે વિદ્વાન આ ધરાના,

ગાતા પ્રશસ્તી તેઓ જે ભાવથી છલકતી.           દાદા તમારી. . .

 

ગાંધી અને ટીળકના ઉપહાર આપ પામ્યા,

કર્તૃત્વ પંડિતાઈ ના મેળ ખૂબ જામ્યા,

એવાં અનેક વીરને તૃપ્તિ દિલે જણાતી.               દાદા તમારી. . .

 

કીર્તિની આરતીઓ સન્મુખ તમારી નાચે,

ચળતા નહીં જરાયે ઈશ ભેટ સમઝી રાચે,

સંપત મળી જે યશની સૌમાં કીધી વરસતી.       દાદા તમારી. . .

 

ઘનશ્યામ શંખ ફૂંકતા થાતું તમારું ગુંજન,

શિવને સમાધિ માંહી મળતું તમારું દર્શન,

મા પાર્વતીની આંખો ઉલ્લાસથી મલકતી.           દાદા તમારી. . .

=== ૐ ===

આસો વદ અમાસ “દિવાળી”, સં. ૨૦૪૮, રવિવાર. તા. ૨૫-૧૦-૧૯૯૨.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s