મન મોરલિયો મલકાયે.

સામાન્ય

સ્પર્શ થકી સ્પંદન સર્જાતા,

રોમ રોમ પુલકિત થાયે,

સ્નેહ સિતારી ઝણઝણતી ને,

મન મોરલિયો મલકાયે…

 

ભડ ભડ ભડકે હૈયું જલતું વિરહાની જ્વાળા ધીકતી,

પ્રેમ પીયાસી ઊર્મિ જલતી રડતી ચિત્કાર કરતી,

કોમળ કોમળ સ્પર્શ થયો ત્યાં દિલની કોયલ ગીત ગાયે…        સ્નેહ સિતારી. . .

 

વધામણી લૈ વસતંની ત્યાં આશા અંકુર હરખાતાં,

ખુશીઓના ફુવારા ઉડતા પ્રેમ પીયાલા છલકાતાં,

જીવનની મશુરીમા રેલે મર્મ પ્રણયનો સમજાયે…                     સ્નેહ સિતારી. . .

 

યુગ તરસ્યા ચાતક ખુશ થઈને નાચે મન ઉપવન કુંજે,

આશાના પંખીનો કલરવ તૃપ્તિના ગીતો ગુંજે,

પ્રેમ તૃપ્તિ આનંદ ત્રિવેણી જીવન કાંઠે રેલાયે…                         સ્નેહ સિતારી. . .

 

નાટ્ય લીલા નટવરની જાને વૃંદાવનની ગોપિકા,

નૃત્ય લીલા નટરાજની ગમતી હોય ભલે જન અરસિકા,

સ્પર્શે સર્જ્યા નર્તન એવાં રોમ રોમ પુલકિત થાયે…                  સ્નેહ સિતારી. . .

=== ૐ ===

ફાગણ સુદ આઠમ, સં. ૨૦૪૯, મંગળવાર. તા. ૨-૩-૧૯૯૩.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s