પૃથ્વી ઉવાચ

સામાન્ય

આવો વનમાળી આવો ઉજડેલાં ધામ છે,

હૈયાં ભાવે મહેકાવો મનડાં વેરાન છે…                આવો. . .

 

વાયુમાં ઝેર ભરિયા ધૂમાડા ઓકતા,

પાણીમાં કૂડા નાખ્યા જળ દેવ કોપતા,

ભોજનમાં રસ રેલાવ્યા મીઠાં વિષપાન છે…        આવો. . .

 

ધરણીએ પેટ ચીર્યાં ધાન ઊગાડીયા,

માનવે સ્વાર્થ કાજે દામો લગાડીયા,

ઓછું દૈ ઝાઝુ લેવું એવો સ્વભાવ છે…                 આવો. . .

 

વૃક્ષો ભૂમિના કેશો એને ઉછેદતાં,

વનને વેરાન કીધાં તોયે ના રોકાતાં,

વેલી ને ફૂલ કરમાવ્યા એવાં શેતાન છે…             આવો. . .

 

વનમાળી વૃંદાવનને પાછા સજાવજો,

લીલુડાં ચીર વ્હાલા ધરતીને આપજો,

દાદાએ બાથ ભીડી વ્હાલમનો સાથ છે…            આવો. . .

=== ૐ ===

અષાઢ સુદ બારસ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૧-૭-૧૯૯૩.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s