પાંડુરંગ પ્રગટ્યા તે ઉત્સવનો દિન.

સામાન્ય

આસોની અજવાળી સાતમનો દિન,

પાંડુરંગ પ્રગટ્યા તે ઉત્સવનો દિન.

 

હૈયાને હૈયાની વાણી ભણવતા,

માનવમાં સૂતેલું પૌરુષ જગાડતા,

ચાહે છે જગમાં ના કોઈ રહે હીન…             પાંડુરંગ. . .

 

વાયદાને ફાયદાની ભાષા ભૂલાવતાં,

કાયદાની ઠોકરથી સૌને બચાવતાં,

ભાવે મિલાવે ના થાય કોઈ ખિન્ન…           પાંડુરંગ. . .

 

હૈયાની ભોમ થાય સ્નેહે હરિયાળી,

મઘમઘતી ઉપવનમાં નાચે વનમાળી,

હરિયાળી અવનિ પણ ઝૂમે થઈ લીન…    પાંડુરંગ. . .

 

શાંતિ ને ક્રાંતિના સંબંધો બાંધતાં,

વ્યોમ અને ધરતીને એક સાથ સાંધતા,

જોડતાં સદાય એતો નૂતન પ્રાચીન…       પાંડુરંગ. . .

 

યોગેશ્વર સાથ એની પાકી છે પ્રીતડી,

સ્નેહ ભરી દ્રષ્ટિ વરસાવે એ મીઠડી,

દાદાના પ્રેમ થકી માધવ આધીન…         પાંડુરંગ. . .

=== ૐ ===

અષાઢ વદ ત્રીજ, સં. ૨૦૪૯, બુધવાર. તા. ૦૭-૦૭-૧૯૯૩.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s