Monthly Archives: ફેબ્રુવારી 2015

શ્રી પાંડુરંગ ઉવાચ.

સામાન્ય

ઈંટ હોય કે રોડું,

એનું સ્થાન જોઈને જોડું,

પ્રભુ કાર્યકર અક્ષત કુમકુમ,

પ્રભુ ભાલમાં ચોડું…        ઈંટ. . .

 

કોઈ ઈંટ પાયામાં જાવે,

તો કોઈ શિખર શોભાવે,

ટુકડાને પણ ના તરછોડું,

પગથિયામાં ચોડું…        ઈંટ. . .

 

ચકલી ઉડશે એનાં વેગે,

ગરૂડ વિહરે ગગને વેગે,

વેગ મહીં દિશા સૂચવું હું,

ધ્યેયે હું પહોંચાડું…         ઈંટ. . .

 

મેં ના કોઈને બોલાવ્યા,

તો કોઈ ના પોતે આવ્યા,

શ્યામે સૌને ભેળાં કીધાં,

પ્રભુકાર્યનું તેડું…            ઈંટ. . .

 

અહંકાર કરવો કૃષ્ણાર્પણ,

હૃદય વલોવી કરવું તર્પણ,

જન્મ મરણ ચકરાવો તારો,

પ્રભુ કાર્યથી તોડું…         ઈંટ. . .

=== ૐ ===

કારતક સુદ અગિયારસ ‘દેવઉઠી એકાદશી’, સં. ૨૦૫૦, બુધવાર. તા. ૨૪-૧૧-૧૯૯૩.

Advertisements

रोहावाले दादा

સામાન્ય

रोहावाले दादा का पैगाम है,

बनाया भहु उसकी संतान है… रे…                     रोहा. . .

 

घर घर जावे ये समजावे सोया कौन जगावे,

खाना कौन पचावे भैया गहरी नींद सुलावे,

लाल रंग लहु का चमकाते भगवान… रे…            रोहा. . .

 

मंदिर मस्जिद गिरिजाघरमें जगन्नाथ को बांटा,

मजहबकी तलवार लिए है लोकनाथ को काटा,

अमृतालयम सबका मुकाम… रे…                     रोहा. . .

 

शेर – हुकुमत को तुने नही सर झुकाया,

अमीरोंके पैसो से तु ना लुभाया,

बिछडेहुओ को गले से लगाया,

सदीओं से सोयेहुओ को जगाया,

खुदा दिलमें है; दि तुने जान… रे…                    रोहा. . .

 

किया करिश्मा खुद के पैसे से; ईन्सान है जाते,

भगवद गीता की बांते नादां सबको समझाते,

“खुद को जानो खुदा पीछानो” यह ज्ञान… रे…    रोहा. . .

 

फक्र भुला ईन्सान खुद का सबके पैर दबावे,

बना पालतु कुत्ते जैसा रोटी उसे नचावे,

“मनुष्य गौरव बढाओ जगमें” ये गान… रे…         रोहा. . .

=== ॐ‌ ===

नवेंबर १९९४।

રામજી સ્વીકારે

સામાન્ય

રેતીનો કણ દે કે મણ મણના પથ્થર,

રામજી સ્વીકારે જે પ્રભુ કાજ તત્પર.

 

ચંદ્ર અને તારા ઈશ્વરને મન “મારાં”,

સૌમાં રેલાવી છે તેજ કિરણે ધારા,

અંધકાર ભેદ્યો તો સ્થાન મળ્યું અધ્ધર…        રામજી. . .

 

ચંપો ને મોગરો ચમેલી કે જાઈ,

દઈ દે ફોરમ નિજની ઈશ ચરણે જઈ,

ફેલાવે સદગુણ પુષ્પોનું જે અત્તર…                રામજી. . .

 

મળ્યું નહીં તેની ફરિયાદ કદી થાય ના,

ઈચ્છાના દોરડાથી માધવ બંધાય ના,

એની ઈચ્છામાં સમરસ થઈ જા સત્વર…      રામજી. . .

 

દીધું ભગવાને જે તે એને દેવું,

એનાં ઉપકારોનું વાળવું છે દેવું,

ભક્ત ભગવાનનું મટી જાશે અંતર…             રામજી. . .

 

નાનો ને મોટો એ ભેદ બધો ખોટો,

પ્રભુ કાર્ય કરતો જે તેનો ના જોટો,

સૌને સ્વીકારે દાદા ને યોગેશ્વર…                  રામજી. . .

=== ૐ ===

કારતક સુદ દશમ, સં,. ૨૦૫૦, મંગળવાર. તા. ૨૩-૧૧-૧૯૯૩.

બજે ઉરની સિતારી

સામાન્ય

વહાવી સ્મિત તું કહેતો प्रसन्नोऽस्मि प्रसन्नोऽस्मि,

બજે ઉરની સિતારી કે હું धन्योऽस्मि છું धन्योऽस्मि.

 

નથી લાયક હું તારા સ્નેહના દરિયા મહીં ન્હાવા,

વળી સત્કર્મ મેં કીધાં નથી તુજ આંગણે જાવા,

છતાં તું પ્રેમથી ભીંજવે; છું पुण्योऽस्मि હું पुण्योऽस्मि…        બજે ઉરની. . .

 

અશક્તિમાં તને મારી કહે આશક્તિ છે શાની?

મને તું ગોદમાં લેતો કહે કઈ શક્તિ પીછાણી,

ભરી ઘૂંટ પ્રેમના માણું अहंब्रह्माऽस्मि अहंब्रह्माऽस्मि…         બજે ઉરની. . .

 

ભૂલોના કંટકોમાં ખીલવે ફૂલો મહોબતના,

હતું રસ હીન મુજ હૈયું વહાવ્યા મેઘ રસ ઝરતા,

ઝૂમ્યો મસ્તી મહીં ગાતો હું रसोऽस्मि છું रसोऽस्मि…         બજે ઉરની. . .

 

હું બેઠો ગોદમાં તારી હવે ચિંતા મને શાની?

સ્વીકારી અલ્પતા મારી એ તારી સ્નેહ નિશાની,

હું તારે સંગ જિતુ જંગ जयोऽस्मि હું जयोऽस्मि…                 બજે ઉરની. . .

=== ॐ‌ ===

કારતક સુદ પડવો ‘બેસતું વર્ષ’, સં. ૨૦૫૦, રવિવાર. તા. ૧૪-૧૧-૧૯૯૩.

અવરોધ

સામાન્ય

વાંકી ચૂકી કેડી છોડી,

શોધું મારગ સહેલો,

અવરોધો સઘળા ઓળંગી,

ધ્યેયે પહોંચું વહેલો.

 

વિટંબણા વીંટળાઈ રડાવે,

અગવડની સાંકળ અટકાવે,

નફ્ફટ નટખટ માનવ કરતા,

કેવાં કેવાં ખેલો…              અવરોધો. . .

 

સન્માર્ગે હું જાવા ઈચ્છુ,

આપ્ત રડાવે થઈને રાહુ,

જાણે અવળે પંથ હું જાતો,

લાગુ સૌને ઘેલો…            અવરોધો. . .

 

હતાશ છું ઈશ! હૂંફ ભરી દે,

નિરાશ છું તું આશ સીંચી દે,

ખૂંટતી શક્તિ ઐશ્વર્યનો,

છલકાવી દે રેલો…           અવરોધો. . .

 

પ્રભુ! ગતિમાં મને મતિ દે,

તને ગમે તે કરું કૃતિ દે,

ક્લેશ દ્વેષ ના કોઈ વિષે હો,

સ્નેહામૃત પીધેલો…        અવરોધો. . .

=== ૐ ===

આસો સુદ ચૌદશ ‘કાળી ચૌદશ’, સં. ૨૦૪૯, શુક્રવાર. તા. ૧૨-૧૧-૧૯૯૩.

અભિવાદન

સામાન્ય

“कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥”

 

“મળે નચિકેતા સો મુજને સર્જુ વિશ્વ નીરાળું”

સ્વપ્ન વિવેકાનંદે દીઠું સાકારીત હું ભાળું.

દાદા તમને લાખ પ્રણામ.

દીદી તમને લાખ પ્રણામ.

 

ભરે ઠેકડા મત્ત મયુર શી નાનકડી જયશ્રી જ્યાં,

વિદ્યાપીઠમાં સંગે રમતાં સંસ્કૃતિ ધનશ્રી ત્યાં,

માંડી રમ્મત ગમ્મત ધર્મ અને સંસ્કૃતિ જીતવા,

ક્ષણ ક્ષણ દિધી શિક્ષણ કાજે જીવંત જીવન પૂજવા,

પાંડુરંગ પગલાંમાં ડગલાં ભરતી હું નીહાળું…

સ્વપ્ન. . . દાદા તમને. . .

 

આવી કન્યાદાનની વેળા દાદાના આંગણમાં,

જયશ્રીને આવાસ મળ્યો ત્યાં શ્રીનિવાસના ઘરમાં,

કણ્વ સમા દાદા ને તાઈ આશ્રુધાર છલકાવે,

પતિગૃહે ગદ્ ગદ્ કંઠે એ લાડકડીને વળાવે,

ધર્મ સંસ્કૃતિના રત્નોનું દાન દિધું રૂપાળું…

સ્વપ્ન. . . દાદા તમને. . .

 

ગામ ગામમાં દાદા સ્ંગે પ્રભુકાર્ય આરંભ્યુ,

ગીતાત્રયની સરવાણીથી ગીતામૃત પીવડાવ્યું,

વિદેશોની ધરતીમાં કહાનાનું ગીત સૂણાવ્યું,

ભોગવાદની સામે ભાવ તણું ઝરણું છલકાવ્યું,

પાંડુરંગ યોગેશ્વર વદને હાસ્ય રમ્યું મર્માળું…

સ્વપ્ન. . . દાદા તમને. . .

 

સરલ છતાંયે મધુરી વાણે પ્રભુકાર્ય સમજાવ્યું,

વિદેશોના વિદ્વાનોને એનું ઘેલું લાગ્યું,

શંખનાદ કીધો’તો જ્યાં સ્વામી વિવેકાનંદે,

સો વર્ષે દીદીને નીરખી રે ધરતી આનંદે,

પાંડુરંગના પ્રભુકાર્યને યૌવન મળ્યું રસાળું…

સ્વપ્ન. . . દાદા તમને. . .

 

સમજી ધનશ્રી ધન છે યોગેશ્વર-દાદાના દિલનું,

કૃતિભક્તિ નૈવેદ્ય ધરાવે સ્વાધ્યાયી પોતાનું,

જયશ્રી આજ વિજયશ્રી લઈને અમ આંગણીયે આવી,

હૃદય કુસુમ અર્પે સ્વાધ્યાયી લેજો સ્નેહે વહાવી,

આશિષ દેજો યોગેશ્વર ને દાદા પ્રમ કૃપાળુ…

સ્વપ્ન. . . દાદા તમને. . .

=== ૐ ===

આસો વદ ત્રીજ, સં. ૨૦૪૯, મંગળવાર. તા. ૦૨-૧૧-૧૯૯૩.

વૈભવ વિનાનો ભવ

સામાન્ય

જૂવો વૈભવ વિનાનો ભવ; સૃજે ભયના નિવાસોને,

મને મારી ગરીબીમાંય; વૈભવ સ્નેહનો ફળજો.

 

ભલે દરબારમાં મારા શરાબી જામ ના છલકે,

અમારી ચાહના અમૃત પીયાલાઓ સહુ ભરજો.

 

મને ભંડારનો ભંગાર ગણવાની નથી ફુરસદ,

રચું ભંગારમાંથી ભવ્ય; ઈશ્વર કિમિયો દેજો.

 

જુગલબંદી નથી થાતી અમારાં દાંત ભોજનને,

છતાંયે ઓડકરો કો’કના સૂણવા મને મળજો.

 

રહ્યો છે પેટનો ભૂખ્યો; હૃદયની ભૂખ ના સમજે,

બધાંના દિલની ભૂખ સમજું; મને એવી મતિ દેજો.

 

અમીરોમાંય ભિખારી જનોનો ક્યાં નથી તોટો,

ગરીબીમાં સદા તૃપ્તિ તણી મિલકત મને મળજો.

=== ૐ ===