અવધૂતના ચરણમાં

સામાન્ય

મસ્તક મૂક્યું હવે મેં, અવધૂતના ચરણમાં;

મારો અહં મૂક્યો મેં, અવધૂતના ચરણમાં. . . (ધૃવ પંક્તિ)

 

 

એ ભ્રાંત ધર્મ ધંધો, વ્યવહારના સંબંધો;

તોડીને સઘળા આવું, અવધૂતના ચરણમાં. . .

 

 

કોઈ તો વિત્ત માગે, કોઈ તો ચિત્ત ભાંગે;

નૈવેદ્ય ચિત્તનું દઉં, અવધૂતના ચરણમાં. . .

 

 

રસ્તા બધાંય સારા, મારો કયો છે મારગ?

નિશ્ચિત કરીને લૈજા, આવ્યો છું તુજ શરણમાં. . .

 

 

નિર્મળ હૃદય તળાવે, ઊર્મિના પદ્મ ખીલતાં;

કરવા ચહુ છું અર્પણ, અવધૂતના ચરણમાં. . .

 

 

જ્યાં દત્તનામ શ્વાસોની, બાંસુરીથી ગુંજે;

સૂણું હું દિવ્ય ગુંજન, અવધૂતના ચરણમાં. . .

 

 

પીવડાવતા परस्पर देवो भव। નાં અમૃત;

બેસુ હું ઘૂંટ પીવા, અવધૂતના ચરણમાં. . .

 

 

આનંદ વાજા વાગે, સૂતું હૃદય ત્યાં જાગે;

શ્રી રંગ સ્નેહ પામું, અવધૂતના ચરણમાં. . .

=== ૐ ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s