Monthly Archives: સપ્ટેમ્બર 2015

जय जय जय गुरुदेव।

સામાન્ય

जय चिन्मय स्वामी गुरु जय चिन्मय स्वामी,

आदि शंकर पथ के (२) आप अनुगामी…               जय चिन्मय…

 

मोहमयी नगरीमें त्याग जीवन शिक्षा… गुरु त्याग…

शिक्षित यौवनको दी (२) संन्यासी दिक्षा…             जय चिन्मय…

 

ईच्छा यह सब स्थलमें, धर्म प्रवर्तन हो… गुरु धर्म…

ज्ञान पूर्ण संन्यासी (२) स्थान नियामक हो…         जय चिन्मय…

 

गहन धर्म सूत्रोको सरल मधुर करते… गुरु सरल…

वेद गीता उपनिषद (२) सहज साध्य रमते…           जय चिन्मय…

 

तर्क स्नेह मिश्रणसे, धर्म तत्व कहते… गुरु धर्म…

बुद्धि हृदय स्पंदन को (२) मुखरीत है करते…         जय चिन्मय…

 

वाणीमें है गर्जन, हास्य कटाक्ष भरे… गुरु हास्य…

शुष्क हृदय पुलकित कर (२), तत्व रहस्य भरे…     जय चिन्मय…

 

देश विदेश घूमे तुम, धर्म ध्व्जा लेकर…गुरु धर्म…

तप्त जीवनको लगते (२) आप्त और सुखकर…        जय चिन्मय…

 

ज्ञान यज्ञसे गीता जनमन को भायी… गुरु जनमन…

बाल युवक वृद्धो को (२) लगती है भाई…                जय चिन्मय…

 

नमस्कार चरणोमें आप स्वीकार करे… गुरु आप…

पाप पंख को धो कर (२) मोक्ष प्रदान करे…             जय चिन्मय…

=== ॐ ===

श्रावण शुक्ल पक्ष छठ, सं. २०५०, शुक्रवार। दि. १२-८-१९९४।

Advertisements

पितृ देवो भव।

સામાન્ય

ઉપનિષદમાં જીવંત દેવોનું ગૌરવ છે ગાયું,

पितृ देवो भव। નું કૃતજ્ઞભાવે સ્મરણ કરાવ્યું.

 

અંક મહીં સંતાન લઈ પિતા હસતું મુખ જોતો,

ખુદની આંખે પુત્ર તણાં સુખી શમણાં નીરખતો,

વત્સલતાનું અમી ઝરણ એનાં દિલથી રેલાયું…            पितृ देवो भव। નું…

 

આપત્તિમાં સંપત્તિનો સથવારો દેવાને,

ખુદ વિપત્તિમાં એ જીવતો પુત્ર સુખ જોવાને,

પ્રતિબિંબ નિજની ઈચ્છાનું પુત્ર મહીં નીહાળ્યું…         पितृ देवो भव। નું…

 

સંસ્કારો ને પરંપરા ચાએ દેવા પુત્રોને,

પિતૃઋણ ને ઋષિઋણ સમજાવે નિજના સુતને,

દેવ ઋણ પણ ચૂકવવાનું સ્નેહ થકી સમજાવ્યું…        पितृ देवो भव। નું…

 

पित्यातेव तु मंत्र:। એવું શાસ્ત્રો ગર્જી ગાયે,

દૈવી જીવન કાજે પિતા સુતનો સાથી થાયે,

પિતૃચરણ કમળમાં દેવા મારું શીશ ઝુકાવ્યું…           पितृ देवो भव। નું…

=== ૐ ===

સ્નેહ બીજ

સામાન્ય

વહેંચવાને ચાહું છું; સૌને હું સ્નેહ બીજ,

હૈયાની ભૂમિ પર વાવશો?

કાંટાના ભયથી ના પુષ્પો તરછોડાતાં,

કંટક લેવાં મને કહાવશો?

 

સાચવવા આવીશ હું સ્નેહ પુષ્પની ફસલ,

ને કંટકની વાડ કરી સાચવીશ.

મોહની મદિરાથી લથડેલાં માણસથી,

પ્રેમની એ મિલકત બચાવીશ.

આપ સમા પ્રેમીની મોઘેરી મિલકતને,

પાછી દેવાને બોલાવશો?             વહેંચવાને…

 

મઘમઘતી ફોરમથી દેવાં નિમંત્રણો,

રસભોગી ભમરાઓ આવશે.

ડંખીલી મધમાખી ફૂલનું હૈયું પીને,

મીઠાં મધુને રેલાવશે.

ડંખોના તિખારા મારે ખમવાના પણ,

મારી વિનંતિ સ્વીકારશો?             વહેંચવાને…

 

પ્રેમનો છે મારગ ના મખમલનો રાજમાર્ગ,

અંગારા પર ડગલાં માંડવા.

આવકારનો પ્રકાર અહીંયા જળવાય ના,

તોયે પોતાના બોલાવવાં.

રિસાયા ચહેરાને દેવી છે સ્મિત ભેટ,

ખીલતાં વદનને સ્વીકારશો?         વહેંચવાને…

=== ૐ ===

મહા સુદ બારસ, સં. ૨૦૫૦, બુધવાર. તા. ૨૩-૨-૧૯૯૪.

જીવન જીવવું રમતાં રમતાં

સામાન્ય

ગાતાં ગાતાં ગમતાં ગમતાં,

જીવન જીવવું રમતાં રમતાં.

 

ના ખોટો બોજો લઈ ફરવું,

નહીં દુ:ખોથી પાછા પડવું,

પળ બે પળની પણ મોજ મળે

જીવી લેવું હસતાં હસતાં…          ગાતાં ગાતાં…

 

ના વાદવિવાદ મહીં પડવું,

સંવાદ થકી જાણી લેવું,

વિખવાદ જીવન સળગાવી દે,

વિશ્વાસ ધરી હરિને સ્મરતાં…      ગાતાં ગાતાં…

 

નટખટ માનવ ખટપટ કરતાં,

ઝટપટ મેળવવા તરફડતાં,

અંતે થાકીને તે રડતાં,

મીટવવી દોડ અને કટૂતા…         ગાતાં ગાતાં…

 

જીવવું સો વર્ષ વિજેતા થૈ,

જીવવું આનંદ સમંદર થૈ,

જીવવું વિવેક વીણા બજવી,

જીવવું પ્રભુ માર્ગે સંચરતાં…         ગાતાં ગાતાં…

=== ૐ ===