પાંડુરંગ પાંડુરંગ, ગાયે કૃતજ્ઞતા અભંગ (૨)
જનને તનની ખૂબ માયા,
માનવ મૂલ્યો વીસરાયાં,
માનવતાનું જોડે અંગ… પાંડુરંગ પાંડુરંગ…
હૈયું સંકુચિત મારું,
રુદિયામાં “તારું મારું”,
ખીલવે હૈયે સ્નેહ સુમન… પાંડુરંગ પાંડુરંગ…
સૂતાં ઊઠતા ભોજન સાથ,
વિશ્વેશ્વર રહેતા સંગાત,
સમજાવે સૌને શ્રી રંગ… પાંડુરંગ પાંડુરંગ…
દો નૈવેદ્ય નિપુણતાનું,
ભક્તિનું સાચું ગાણું,
જગવે ઉરમાં ભક્તિરંગ… પાંડુરંગ પાંડુરંગ…
દાદા શીખવે કૃતજ્ઞતા,
ઉર છલકતી પવિત્રતા,
નયનો વહેતા યમુના ગંગા… પાંડુરંગ પાંડુરંગ…
કીધાં ઉપકારોની યાદ,
જે કરતાં થાતાં આબાદ,
યોગેશ્વર ધરતા ઉછંગ… પાંડુરંગ પાંડુરંગ…
ખૂબ સુંદર ભજન