ગંગા

સામાન્ય

નહીં થંભે ચરણો તારા,

તું વહેતી ગંગા ધારા.

 

વણમાગી કલકલ કરતી, શિવ શીશથી રેલી ગંગે;

પાપ પંકથી ખરડાયાં જન, તેને ધરે ઉછંગે;

તું પતિતને ઉધ્ધારી, ને ગણતો સૌને તારા…         તું વહેતી…

 

ઉલ્લાસિત ઉત્સાહિત છે, તેજસ્વી તારી વાણી;

પથ્થર શા હૈયા માંથી, તું રેલવતો સરવાણી;

તું મૃદુ મનોહર શબ્દે, ઓલવતો દુ:ખ અંગારા…     તું વહેતી…

 

તું બોલે તે ઉપનિષદ્, ને જે બોલે તે વેદો;

લહેકે લહેકે ગહેકે ગીતા, બાળે મનનાં ખેદો;

હૈયાની ગુફાથી ટાળે તું, જનમ જનમ અંધારા…     તું વહેતી…

 

હજારો વર્ષે પ્રગટે છે, માનવ તારા જેવાં;

જગનો માનવ સમૂહ શું, કરવાનો તારી સેવા;

યોગેશ્વર ઉરનું વાદળ, તું વરસે જગમાં સારા…       તું વહેતી…

=== ૐ ===

શ્રાવણ વદ બારસ, સં. ૨૦૫૧, મંગળવાર. તા. ૨૨-૮-૧૯૯૫.

Advertisements

One response »

  1. પથ્થરદિલ થયેલા મનવીના હૈયામાં માનવતા ભરી જગમાં ઉજળો કરનાર દાદાજી આપ સૌના મનમાં ઊચ્ચ વિચારોરુપે
    આજે પણ અમારી બધાની વચ્ચે વિરાજમાન છો.દાદાજી આપને શત શત કોટી વંદન
    જ ય યો ગે શ્વ ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s