વિવિધતામાં એકતા

સામાન્ય

વિવિધતામાં એકતાનું સ્નેહથી દર્શન થજો,

વિવિધતાથી એકતાનું સર્વદા પૂજન હજો.

 

રંગબેરંગી કુસુમની પુષ્પમાળા શોભતી,

ઐક્ય કરતો પુષ્પનું એ દોરનુંય સ્મરણ હજો. . .

 

કૃમિ કીટક પશુ પક્ષી માનવી જુદાં દિશે,

સૌમાં રમે જે એક આત્મા ધ્યાનથી દર્શન હજો. . .

 

નર્મદા ગંગા સરસ્વતી નામ સ્થળ જુદાં દિશે,

જળ રૂપે સહુ એક સરખાં ઐક્યનું પૂજન થજો. . .

 

જુદી જુદી વાનગીઓ સ્વાદ પણ જુદાં જુદાં,

તૃપ્તિને ના રૂપ રંગો તૃપ્તિનો અનુભવ હજો. . .

 

વસ્તુઓથી સુખ મળતાં તે ક્ષણિક ખુશીઓ ભરે,

અત્મામાં ડૂબતાં પૂર્ણ આનંદે રમો. . .

 

જોડ જોડી ઐક્ય કરતાં તોડ તોડી દર્દ દે,

ઐક્યના આનંદના ઘૂંટડા સદા ભરતા જજો. . .

=== ૐ ===

ભાદરવા વદ નોમ, વિક્રમ સંવત ૨૦૬૯, શુક્રવાર. તા. ૨૯-૯-૦૧૩.

Advertisements

One response »

  1. આપની વાત કેવી સુંદર! આપે આપણી સંસ્કૃતિ, આપણી ફિલોસોફીના પાયામાં રહેલી ભાવનાની વાત કરી. यथा पिंडे तथा ब्रह्मांडे થી લઈ ભજનો સુધી આ જ વાત છે. ‘ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં; અંતે તો હેમનું હેમ હોયે!’ કે પછી ‘સૃષ્ટિ કર્તા ઇશ પ્યારે, એક હો તુમ એક હો! રૂપ રખકર ભી અનેકો,એક હો તુમ એક હો ‘ સમગ્ર સૃષ્ટિમાં ઐક્ય… પાયામાં તો એ જ સત્ય. …. આપે સુંદર ભાવ વ્યક્ત કર્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s