હે સદાશિવ હે મહેશ્વર, વંદના સ્વીકારજો;
આદિ દેવ જગતપિતા હે, સ્મરણ રસ પીવડાવજો.
ધવલ ગીરી શૃંગે, તમે સ્થિર આસને બિરાજતા;
ચંદ્ર રેખા ભાલ પર, ને જાહ્નવી શીશ ધારતા;
ભસ્મ લેપનથી પ્રભુજી, દેહને નીખારજો… હે સદાશિવ…
ધીન્ તડક થૈ, ધીન્ તડક થે, નૃત્ય મુદ્રા શોભતી;
તાંડવે સૃષ્ટિ સકળ થઈ, એક રૂપે ઓપતી;
હર અણુ બ્રહ્માંડમાં, ઈશ નૃત્ય લીલા નચવજો… હે સદાશિવ…
નૃત્ય સંગીત ગીતના આચાર્ય છો નટરાજ હે;
વિદ્યા કલા ગુરુવર્ય છો, જગમાં પ્રથમ ધીરાજ હે;
જ્ઞાન ને કલ્યાણની રીમઝિમ વિભુ રેલાવજો… હે સદાશિવ…