Tag Archives: દુર્ગા

આ નવરાત્રીનાં નોરતાં મા આવો ને.

સામાન્ય

(રાગ – મા પાવા તે ગઢથી ઉતર્યાં, મા કાળી રે…)

 

 

આ નવરાત્રીનાં નોરતાં મા આવો ને,

સંસ્કૃતિ કરે પોકાર માડી આવો ને …

 

 

આ જોબનીયું ઘરડું થયું મા આવો ને,

પૂરવાને એમાં પ્રાણ માડી આવો ને.

 

 

અહીં કંગાલી ખૂબ નાચતી મા આવો ને,

વૈભવ દેવાંને કાજ માડી આવો ને.

 

 

બધે મૂઢતા બહુ નાચતી મા આવોને,

દેવાં વિદ્યાનાં દાન માડી આવો ને.

 

 

અહીં મહિષાસુર ખૂબ નાચતાં મા આવો ને,

કરવાં ચંડ મુંડનો નાશ માડી આવો ને.

 

 

ષડ રિપુ જગતને બાળતા મા આવો ને,

જીવનને ખીલવવા કાજ માડી આવો ને.

 

 

તમે વિધ વિધ રૂપે શોભતાં મા આવો ને,

દુર્ગા અંબા થઈ આજ માડી આવો ને.

 

 

અમે કામ કરશું આપનાં મા આવો ને,

કરજો શક્તિ સંચાર માડી આવો ને.

    ===ૐ===

ભાદરવા સુદ છઠ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૪-૯-૮૧.

Advertisements

મારી મા પણ દુર્ગા

સામાન્ય

જગ જનની માં દુર્ગા;  તેવી મારી માં પણ દુર્ગા,

મારી માતા દુર્ગા પુત્રી; નામે પણ તે દુર્ગા …      તેવી…

 

દેહ દુર્ગનો ઘાટ અજાયબ;

                    નવ ખુલ્લાં છે દ્વાર અજાયબ,

ઉડી જાય નહીં પ્રાણ પક્ષી ત્યાં ;

                   રક્ષા કરતી દુર્ગા … જગ જનની માં દુર્ગા …

 

મારી માં પણ જન્મદાત્રી મુજ;

                   મારા શ્વાસે તેની છે ગુંજ,

તેના દેહથી હું સર્જાયો,

                  પોષણ કરતી દુર્ગા … મમ પોષણી માં દુર્ગા …

 

મહિસાસુર મર્દિની માં દુર્ગા;

                  અનિષ્ટ હારીણી તારીણી દુર્ગા,

જડતાનાં પશુઓ સંહારે;

                   અભય અર્પતી દુર્ગા …  જગ તોષીણી માં દુર્ગા…

 

મારી માનો ક્રોધ ભભુકે;

                    મારી ભુલ ન કેહતા ચુકે,

તેનાં અશ્રુથી નવડાવી;

                     જડતા ધોતી દુર્ગા …  મારી માતા દુર્ગા.

=========== ૐ ===============

સંવત ૨૦૬૪ ચેત્ર સુદ ચોથ બુધવાર તા. ૯-૪-૨૦૦૮