Tag Archives: નિરાશા

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

હામ જાગી છે દિલમાં રે, જગતને બદલવાની.

સામાન્ય

હામ જાગી છે દિલમાં  રે, જગતને બદલવાની;

અમે જાણ્યું કે જીવન છે, પ્રભુ દીધેલ ફૂલદાની.

 

હૈયે સંસ્કૃતિનો નાદ, મુખે ગીતા સંવાદ;

થઈ સાધન પ્રભુનું  રે, આ દુનિયા પલટવાની…              હામ જાગી છે …

 

કાઢી નિરાશા ભૂત, બાળી ખોટાં કરતૂત;

આશ જ્યોતે દિપાવવી છે, આ નવલી જીંદગાની…           હામ જાગી છે …

 

અમે બદલીશું કાળ, છો ને લાગે વિકરાળ;

પ્રભુ પ્રેમને જગાડીને, બતાવશું ખાનદાની…                   હામ જાગી છે …

 

નથી જીવન એ શ્વાસ, એમાં ભરવો ઉલ્લાસ;

વાત બુદ્ધિથી જાણવી  રે, પછી એને માનવાની…            હામ જાગી છે …

 

લીધી હાથમાં મશાલ, કીધું તિલક છે ભાલ;

ધ્યેય કાજે તો આપવી  રે, જીવનની કુરબાની…              હામ જાગી છે …

 

બન્યા યોગેશ્વર આશ, અને દાદા વિશ્વાસ;

મળી બુટી અમોને  રે, જીવન સુધારવાની …                   હામ જાગી છે …

            ===ૐ===

આસો વદ બીજ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૧૫-૧૦-૮૧.

ગીતો સ્ફુરે છે દિલમાં રે પાંડુરંગનાં રે,

સામાન્ય

ગીતો સ્ફુરે છે દિલમાં રે પાંડુરંગનાં  રે,

એના થાવાની હૈયામાં ઝંખના રે…                     ગીતો …

 

એની વાણીમાં અમૃતને પામવાં  રે,

ખુદ પી ને બીજા ને પીવડાવવાં રે…                   ગીતો …

 

બની મારુતિ દરિયા ઓળંગવા રે,

ભોગ સ્થાનોમાં યોગેશ્વર સ્થાપવા રે…                ગીતો …

 

જગે ભાવ તણાં સામ્રાજ્ય સ્થાપતાં  રે,

વળી નિરાશા મૂઢતાંને બાળતાં  રે …                   ગીતો …

 

દિલના ઝેરી સમંદર ઉલેચવાં  રે,

કાલી નાગો વિકારોના નાથવાં રે …                     ગીતો …

 

ઘોષ ગુંજે છે રુદિયાના ગુંબજે  રે,

એના પડઘા તો વિશ્વ મહીં બાજતા રે …                ગીતો …

 

શબ્દ દાદાનાં ગીતો થઈ નાચતાં  રે,

બની ભાવપૂર્ણ ગીતો એ રાચતાં  રે …                  ગીતો …

    ===ૐ===

આજ અહીં રેલાયો દિલમાં ઉમંગ.

સામાન્ય

(રાગ – રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…‌)

 

રેલાયો દિલમાં ઉમંગ,

    આજ અહીં રેલાયો દિલમાં ઉમંગ;

 

જીવનનાં અંધારાં આજે વિરમી ગયાં,

    પ્રગટયો ઉષા કેરો રંગ.

નવલી આશાઓનાં સથવારે સથવારે,

    કરવો નિરાશાનો ભંગ…                                    આજ અહીં …

 

થંભ્યાં’તા સંસ્કૃતિનાં વ્હેણ કંઈક યુગથી,

    દુ:ખથી દુનિયા થઈ’તી તંગ;

સ્વાધ્યાયી સરિતાની ધારાએ ધારાએ,

    જીતાયો દુષણનો જંગ…                                    આજ અહીં …

 

કળિયુગની દાઢ મહીં કચડાતી જીંદગી;

    કોરાયાં ધર્મ તણાં અંગ;

ગીતાએ ચીંધેલા રસ્તાએ રસ્તાએ,

    જામ્યો જીવન માંહી રંગ…                                   આજ અહીં …

 

માનવનું ખોખલું કલેવર ઝંખી રહયું,

    બેસવા હરિને ઉછંગ;

કૃતજ્ઞ ભાવ તણો શોણિત સંચાર થયો,

    માનવ દુ:ખો કીધાં ભંગ…                                    આજ અહીં …

 

પાતકથી ડરનારાં આજે થંભી જજો,

    રેલી છે જ્ઞાન કેરી ગંગ;

અટવાતાં માનવને રસ્તો બતલાવવા,

    લાધ્યો છે પાંડુરંગ સંગ…                                      આજ અહીં …

        ===ૐ===

આસો વદ બીજ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૧૫-૧૦-૮૧.

गीता सुगीता कर्तव्या|

સામાન્ય

(રાગ – સા રે ગ મ પ ધ નિ સા, તારું જીવન છે વાહ ભાઈ વાહ.)

 

ગીતાનાં સિદ્ધાંતો જેમાં કહ્યા;

            गीता सुगीता कर्तव्या|

 

અર્જુનની મૂંઝવણ સકળ જનની છે;

એની નિરાશા સૌ માનવની છે;

કરુણાથી યોગેશ્વર વાણી વધ્યા. . .                            गीता. . .

 

सर्वस्य चाहं हृदि संनिविष्टो;

ઊંચ નીચનાં ભેદ તણાં મટતાં અનિષ્ટો;

માનવ મંદિરમાં હરિ છે વસ્યા. . .                                 गीता. . .

 

ममैवांशो એમ કૃષ્ણે કીધું;

ઈશનાં સંતાન તણું ગૌરવ દીધું;

અસ્મિતાનાં ધોધ અહીં છલકી રહ્યા. . .                        गीता. . .

 

न मे भक्त: प्रण्श्यति;

જીવનને દેતાં એ ઊંચી ગતિ;

આવાં અભય હરખાવી ગયાં. . .                                   गीता. . .

 

योग क्षेमं वहामि अहं;

અનન્ય ભક્તોને પોષે સ્વયં;

ઈશ્વર પોતાનાને રક્ષી રહ્યાં. . .                                     गीता. . .

 

करिष्ये वचनं तव એ કહું;

જીવન મુજ ઈશનાં ચરણમાં ધરું;

કરવાં છે કામો જે ઈશને ગમ્યાં. . .                                गीता. . .

 

ગીતા યોગેશ્વરની વાણી ખરે;

મરતાં જીવનમાં એ પ્રાણને ભરે;

ભોગીને યોગીનાં પંથ છે ચિંધ્યાં. . .                              गीता. . .

        === ૐ ===

માગસર સુદ બારસ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૧૯-૧૨-૧૯૮૦.