Tag Archives: રંગ

રંગ વંદના

સામાન્ય
રંગ વંદના

નારેશ્વર સ્થિત પરમ પૂજ્ય શ્રી. રંગ અવધૂત મહારાજની દત્ત નામ સંકીર્તન પ્રેરિત સ્વરચિત

રંગ વંદના (વાંચો / Downlaod)”.

લેખ: માનવ મેળો માણ્યો – રંગ અવધૂત મહારાજ

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય” દ્વારા મારી લેખમાળાનું નિયમિત પ્રકાશન થાય છે. આ લેખમાળામાં પ્રકાશિત મારો લેખ “માનવ મેળો માણ્યો – રંગ અવધૂત મહારાજ” માર્ચ ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો.

 

રંગ અવધૂત મહારાજ

દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બનો ઊઠો ઊઠો…)

 

તમે દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો…

હો ભાઈ દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો

 

તીર્થોનો રાજ ‘તીર્થરાજ’ છે પુકારતો,

એનાં શમણાંમાં રંગ પુરો પૂરો,

એ.. એ.. જ્ઞાની વૈજ્ઞાનિકના પ્રશ્નોના સૌ જવાબ,

દેશે ત્યાં પાંડુરંગ શૂરો શૂરો… રે                       દાદા…

 

પ્રશ્નોની જાળ મહીં ગૂંચવાયો માનવી,

તંત બધો આજ અહીં તૂટ્યો તૂટ્યો,

એ..એ.. બૌધિક સામાજીક આધ્યાત્મિક ઉત્તર મળ્યા,

નિજની શ્રદ્ધા જગાડી બેઠો કીધો… રે              દાદા…

 

ઊગ્યો છે ભાણ જગે શ્રદ્ધા વિશ્વાસનો,

સંસ્કૃતિ ધર્મ પ્રાણ રિઝયો રિઝયો,

એ.. એ.. પંથોના વાડાઓ સઘળા તૂટી રહ્યાને,

વૈદિક સંસ્કૃતિ માર્ગ ખૂલ્યો ખૂલ્યો… રે             દાદા…

 

સૈકાના અંધારાં દશકમાં વાળીયાં,

સાચો માનવ ઊભો કીધો કીધો

એ.. એ.. રડતી ભક્તિને વળી થોથલાં કરમ કાઢી,

સાચો જીવનનો રાહ ચીંધ્યો ચીંધ્યો… રે           દાદા…

 

આનંદો આજે ઓ દુનિયાના માનવી,

યુગને પલટાવનાર દીઠો દીઠો,

એ.. એ.. તીર્થરાજ પ્રાંગણમાં આજે મલકી રહ્યો,

યોગેશ્વર જોઈ ‘એને’ રીઝ્યો રીઝ્યો… રે             દાદા…

===ૐ===

કારતક વદ બારસ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૯-૧૨-૮૫.

હસતું જીવન

સામાન્ય

કાણું થયેલું વાસણ પાણી ભર્યુ નકામું,

કાળું થયેલું જીવન જીવ્યું બધું નકામું.

 

રોતાં રહેલાં નયનો હસવું કદી ખમે ના,

હસતાં રહેલ નયને દુઃખને હસાવી નાખ્યું. . .       કાણું. . .

 

ધનના જરીના પડદે દોષો ઘણા છૂપાયા,

ફાટ્યો નકાબ જે દિન અભડાઈ પાપ ભાગ્યું. . .    કાણું. . .

 

અંધાર ઓરડામાં ચિત્રો રસીલા રચવા,

રંગો અને રંગ્યા જીવન બગાડી નાખ્યું. . .            કાણું. . .

 

મોતે રચ્યું પ્રદર્શન વિધવિધ જીવનનું દર્શન,

જીત્યા હસેલ નયનો રોતું જીવ્યું નકામું. . .             કાણું. . .

=== ૐ ===

શંભુ મને લલચાવતા.

સામાન્ય

વિશ્વ તરછોડે તોયે સ્વીકારતા,

હાં… રે… તેથી શંભુ મને લલચાવતા… (૨)

 

રંગ કે સુગંધ હીન પુષ્પને સ્વીકારીયા,

આકડો ને ધતૂરો મસ્તક પર ધારીયા,

મહીં ફોરમ સદાશિવ રેલાવતા…                                હાં… રે…

 

શક્તિનો પુંજ છતાં અજ્ઞાની પોઠિયો,

પોતાનો સ્થાપીને વાહન બનાવીયો,

જુઓ જ્ઞાન અને અજ્ઞાન ભેટતાં…                             હાં… રે…

 

રાખ છતાં અંગ ધરી શાખ તે વધારી,

સ્ખલનશીલ ચંદ્ર શીશ ધરી આગ ઠારી,

તમે હૈયાને ઝૂલે ઝૂલાવતા…                                     હાં… રે…

 

વરવાં લાગે છે રૂપ મારુતિ ગણેશનાં,

શોભાવે દ્વાર તોય આપના રવેશનાં,

આપ ગુણના સૌંદર્યને સજાવતા…                            હાં… રે…

 

વાસનાનાં ભૂત સદા સૌને રંજાડતાં,

એમની ભયાનકતા આપ છો નિવારતા,

બાળી વાસનાને શાંતિ વહાવતા…                            હાં… રે…

 

વિશ્વ તણાં વિષ પીને અમૃત પીવડાવતા,

પશુપતિ નાથ તમે સૌને અપનાવતા,

દેવ દાનવને માનવ પોકારતાં…                                હાં… રે…

            ===ૐ===

ભાદરવા સુદ બારસ, સં.૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૮૪.