જુલાઈ24 રંગ વંદના Posted on જુલાઇ 24, 2021 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય નારેશ્વર સ્થિત પરમ પૂજ્ય શ્રી. રંગ અવધૂત મહારાજની દત્ત નામ સંકીર્તન પ્રેરિત સ્વરચિત “રંગ વંદના (વાંચો / Downlaod)”. રંગ વંદના ( વાંચો / Download) Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
જૂન22 તુજને વંદના Posted on જૂન 22, 2015 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય તુજને વંદના… ભગવન… તુજને વંદના… તું પાપ વિનાશક, દુર્ગુણ શામક મમ દુ:ખ ભંજના… તુજને વંદના… શિવ મહીં થી જીવ થયો હું, ગર્વ મહીં ગર્જ્યો ખુબ “હું હું”, હું સુણવા ચાહું, સંગીત તારું મમ મન રંજના… તુજને વંદના… વણ માગ્યું તેં મુજને અર્પ્યું, હૈયામાં સ્નેહામૃત સીંચ્યું, હું અશ્રુ સલીલથી, કરવા ચાહું તારી અર્ચના… તુજને વંદના… વિશ્વ સજાવ્યું રસ રૂપે ગંધે, સ્પર્શ સૂરથી જગ આનંદે, હું નર્તન કરતો ઝૂમું, સુણતો સ્વર આનંદના… તુજને વંદના… જગદીશની સંગાતે નાતો, જગ વ્યવહારે ના લેપાતો, લે સૃષ્ટિસર્જક શરણે, એવી મુજને ઝંખના… તુજને વંદના… === ૐ === માગસર વદ ચોથ, સં. ૨૦૫૦, શનિવાર. તા. ૧-૧-૧૯૯૪. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...