Tag Archives: સંત

લેખ: માનવ મેળો માણ્યો – સંત પુનિત મહારાજ

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય” દ્વારા મારી લેખમાળાનું નિયમિત પ્રકાશન થાય છે. આ લેખમાળામાં પ્રકાશિત મારો લેખ “માનવ મેળો માણ્યો – સંત પુનિત મહારાજ” નવેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો.

 

સંત પુનિત મહારાજ

આનંદે નાચતો નિવાસ.

સામાન્ય

ઊર્મિની ઈંટોથી સર્જ્યો આવાસ મેં,

આનંદે નાચતો કીધો નિવાસ મેં.

 

સંતાનોને સંતની મેં દિશા ચીંધી,

સંસ્કાર ઉપવીતની દીક્ષા છે દીધી,

બુદ્ધિની શુદ્ધિનો કીધો પ્રયાસ મેં. . .                      આનંદે. . .

 

પ્રિયવાણી પ્રિયાના મુખને શોભાવતી,

આતિથ્ય પૂજાથી ઘરને દિપાવતી,

સાચા મિત્રો કીધા મનનો શણગાર મેં. . .                આનંદે. . .

 

નિજના પરસેવે લક્ષ્મીજી આરાધીયા,

સાથ સાથ વિષ્ણુના ચરણો પખાળીયા,

વૈભવને માન્યો છે ઈશનો પ્રસાદ મેં. . .                  આનંદે. . .

 

જ્ઞાનની ઉપાસના ને કલ્યાણ ચાહના,

એ રીતે થાતી શિવજીની આરાધના,

મળતું ભોજન માન્યું સાચું મિષ્ટાન્ન મેં. . .              આનંદે. . .

 

સાચા સંતો એતો ઈશ્વરનાં દૂતો,

એવાં સાધુ કેરો સથવારો કીધો,

એવો ગૃહસ્થાશ્રમ તો ધન્ય થઈ ઝૂમે. . .                 આનંદે. . .

=== ૐ ===

વૈશાખ વદ ચૌદશ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૬-૬-૧૯૮૬.

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

નર્મદાને ઘાટ.

સામાન્ય

આવ્યાં યાત્રીકો નર્મદાને ઘાટ,

હાં… રે એ તો જોતી’તી વર્ષોથી વાટ…    (૨)

 

શુકદેવ, વ્યાસ અહીં તટને શણગારતા,

અત્રી, અનસુયા ઓવારો શોભાવતાં,

કીધો ધર્મે અહીં વસવાટ…                                    હાં… રે એ તો… (૨)

 

કણ કણમાં સંતોના શોણિત રેલાયલા,

ઋષિઓ ને મુનિઓના દેહો દટાયેલા,

તેથી સંસ્કૃતિ પામી પમરાટ…                               હાં… રે એ તો… (૨)

 

પાપો દઈ  રેવાને પુણ્ય સહુ ચાહતા,

સ્વાધ્યાયી ઈશ્વરને સગાં તે લાવતાં,

કીધો રેવાએ તેથી મલકાટ…                                હાં… રે એ તો… (૨)

 

રેવાના કંકર છે શંકર ગણાતા,

‘દાદા’ થી પાણીમાં પ્રાણ પૂરાતા,

કીધો વામનને આજે વિરાટ…                               હાં… રે એ તો…(૨)

 

તીર્થોનું પાવિત્ર્ય પાછું છે આણવું,

ભૂલેલું મહાત્મ્ય પાછું છે સ્થાપવું,

કીધો પાંડુરંગે તેથી ઘુઘવાટ…                               હાં… રે એ તો…(૨)

    ===ૐ===

આસો વદ ચોથ, સં. ૨૦૩૯, મંગળવાર. તા. ૨૫-૧૦-૮૩.

તેથી આજ ખીલી છે વસંત.

સામાન્ય

આજ ખીલી છે વસંત,

    જીવનમાં આજ ખીલી છે વસંત.

એક મળ્યા છે સંત,

    તેથી આજ ખીલી છે વસંત.

 

માગણથી માલિક બનાવ્યા, લાચારીનાં રાહ બતાવ્યા,

દુર્બલ મન નો અંત…                                                   તેથી…

 

ચેતન પૂરતો ધર્મ બતાવ્યો, સ્ફુર્તિ શક્તિ તેજ એ લાવ્યો,

હૈયે ભાવ રમંત…                                                         તેથી…

 

ઐક્ય તણા દોરે સહુ બાંધ્યાં, જનને ઈશ સંસ્કારો લાદ્યા,

સંસ્કૃતિ નીર વહંત…                                                    તેથી…

 

યૌવન શક્તિ નીરને બાંધ્યાં, જ્ઞાન ભક્તિને કર્મથી સાંધ્યા,

ધર્મ કર્યો જીવંત…                                                        તેથી…

 

જીવન વનથી ઉપવન કીધું, પાંડુરંગી પીણું દીધું,

આણ્યો દુ:ખનો અંત…                                                  તેથી…

    ===ૐ===

અષાઢી બીજ(અષાઢ સુદ બીજ), સં. ૨૦૩૮, બુધવાર. તા. ૨૩-૬-૮૨.

(થળી માં રચ્યું.)