Tag Archives: સરસ્વતી

પુસ્તકાલય: સરસ્વતી વંદના

સામાન્ય

વાક્-બારસ (વાઘ બારસ) ના આ પવિત્ર દિને આપણી સમક્ષ રજૂ કરું છું.

 

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રકાશિત મારું ગીત ‘સરસ્વતી વંદના’ જાન્યુઆરી ૨૦૧૭માં પ્રકાશિત થયું હતું.

સરસ્વતી વંદના

 

Advertisements

હે વીણા વાદિની!

સામાન્ય

હે વીણા વાદિની વર દે,

વાણીની સરવાણી પણ દે.

 

તારું પુસ્તક મારું મસ્તક,

હો સઘળી વિદ્યાઓ હસ્તક,

તુજ અક્ષરથી અક્ષય પદ દે…               વાણીની…

 

મનની કુંજે વીણા ગુંજે,

હૈયું હરખે ઊર્મિ પૂજે,

રસ ઝરતું જીવન સંગીત દે…              વાણીની…

 

ક્ષણ ક્ષણ ગણતી માળા ફરતી,

દર્શન અભિલાષા વિસ્તરતી,

તુજ પુત્ર ગણી તવ શરણું દે…             વાણીની…

 

હે માત મને તું રાખ કને,

હું મયુર બની લઈ જાઉં તને,

ગમતું સૌંદર્ય તને તે દે…                     વાણીની…

=== ૐ ===

પોષ વદ સાતમ, સં. ૨૦૪૭, સોમવાર. તા. ૭-૧-૧૯૯૦.

શીતલ શીતલ ગંગા મૈયા.

સામાન્ય

શીતલ શીતલ ગંગા મૈયા,

મીઠી મીઠી યમુનાજી,

સરસ્વતી ઓઝલમાં રહેતી,

વાતો કરતાં થઈ રાજી. . .

 

 

અલ્લાહ  બાદ થયો’તો જ્યારે,

અલ્હાબાદ તો માથા ભારે,

સુસ્તી ફૂસ્તી કેફી મસ્તી,

ખૂન ખરાબા ચોરી ડસતી. . .

 

 

તીર્થધામમાં પવિત્રતા ને,

શાંતિ ડૂસકાં ભરતાં જી,

ત્રાહિમામ સાત્વિક પુકારે,

દિલડાં દર્દ ટપકતાં જી. . .

 

 

એક ફિરસ્તો રમતો રમતો,

ભક્તિની ગંગા રેલવતો,

હૈયાની દિવાલો ભેદી,

દુષ્ટ વૃત્તિના કિલ્લા છેદી. . .

 

 

તીર્થરાજમાં “તીર્થરાજ” થઈ,

સૌને મળવા આવ્યો જી,

અલ્લાહ થઈ આબાદ હસ્યો ત્યાં,

જન ગણ મન થાતાં રાજી. . .

=== ૐ ===

ચૈત્ર સુદ આઠમ, સં. ૨૦૪૨, ગુરુવાર. તા. ૧૭-૪-૧૯૮૬.