એને ચહેરે ખુમાર અને મુખથી હુંકાર,
કૃતિ ભક્તિના શસ્ત્રોના પૂજન કીધાં,
નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં…
પોતાની શક્તિની સીમાઓ બાંધી,
જીવન પ્રતિભાની સરહદ પણ આંકી,
એવી સીમાઓ ઓળંગી પગરણ કીધાં… નવી વિજ્યાદશમીનાં…
પાયલને સુણીએ ઘાયલ થશે ના,
પ્યાલીમાં ડૂબીને ડૂબી જશે ના,
જીવ સ્વાર્પણની વેદીમાં હોમી દીધાં… નવી વિજ્યાદશમીનાં…
ક્ષત્રિયનું શૌર્ય આજ મલકી રહ્યું છે,
ક્ષાત્રતેજ નિર્બળતા બાળી રહ્યું છે,
આજ આસુરી વૃત્તિનાં મૃત્યુ દીઠાં… નવી વિજ્યાદશમીનાં…
બ્રહ્મતેજ વેદના વિચારને વહાવશે,
ક્ષાત્રતેજ અવરોધો સઘળા હટાવશે,
તેથી યોગેશ્વર નયણાં ને હસતાં દીઠાં… નવી વિજ્યાદશમીનાં…