માર્ચ6 સૂતરનો તંતુ. Posted on માર્ચ 6, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય સૂતરનો તંતુ કાં આવો? બંધુ તેથી શેં બંધાયો. વિજળીનો ચમકારો એમાં, આગ તણો તીખારો એમાં. લક્ષ્મણ રેખા કાંડા ઉપર, અટકાવે દુવૃત્તિ દળદર. ભાવ સમંદર એમાં ઘૂઘવે, આશિષની છોળોને નીચવે. રક્ષાના વરદાન છૂપ્યાં છે, ભાઈ બે’નનાં હેત વહ્યાં છે. સૂતરનું બંધન છોને એ, તોય અતૂટ બની રમતું એ. === ૐ === શ્રાવણ વદ પડવો, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૨૦-૮-૧૯૮૬. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
ફેબ્રુવારી11 માન સરવર Posted on ફેબ્રુવારી 11, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ, ‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ. પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો, હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ. વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ, શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ. વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા, ‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ. વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા, ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ. ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું, ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી. વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા, એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ. દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે, પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી. === ૐ === ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
જાન્યુઆરી16 પ્રભુના શમણાં સાચા થાય. Posted on જાન્યુઆરી 16, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય શમણાં સાચાં થાય પ્રભુના શમણાં સાચા થાય, ‘તીર્થરાજ’ની માંહ્ય પ્રભુના શમણાં સાચા થાય. ભટ્ટકુમારીલ ક્રોધે બળતો, મૂર્તિ પૂજાનો છેદ ન સહેતો, ઉરમાં લાગી લ્હાય; પ્રભુની આંખે જળ ઉભરાય. જગના વિદ્વાનો ધનવાનો, સંહારે એનાં અરમાનો, આગ મહીં શેકાય; કેવું બલિદાન કે’વાય? ટપ ટપ ગાજી ત્યાં ચાખડીઓ, સંસ્કૃતિ ઉત્થાનની ઘડીઓ, સ્વામી શંકર ધાય; હરિના ઉરમાં શાંતિ થાય. કોલ ઉપાડે શંકર સ્વામી, “તમ ઈચ્છાનો થઉં અનુગામી” ઉજ્જડ ઉજવળ થાય; પ્રભુના શમણાં સાચા થાય. ધરતીને ઘમરોળી નાખી, સંસ્કૃતિ હરખાતી નાચી, કુંભ મિલન ઊજવાય; પ્રભુના શમણાં સાચા થાય. આજ ફરી સંસ્કૃતિ રડતી, ભ્રાંત ધર્મ ઉધેવ કરડતી, હરિનું મન દુભાય, શોધે પોતાનો જગ માંહ્ય. પાંડુરંગ શંકર સ્વામી થઈ, શુદ્ધ કરે એ ગંગાજળ થઈ, પ્રસરાવે સ્વાધ્યાય; પ્રભુના શમણાં સાચા થાય. માનવમાં માનવને ઘડતો, કર્મ કુશળતા ઈશને ધરતો, પ્રયોગ કરતો જાય; પ્રભુના શમણાં સાચા થાય. તીર્થરાજ મિલનને ટાણે, વિશ્વ સકળને નજદીક આણે, યોગેશ્વર હરખાય; પ્રભુનાં શમણાં સાચા થાય. ===ૐ=== કારતક વદ બીજ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૨૯-૧૧-૮૫. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
જાન્યુઆરી4 कदम है बढाने हमें धीरे धीरे॥ Posted on જાન્યુઆરી 4, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય (राग – खुदा जाने अब हम कहां जा रहे है…) संभलके है चलना हमें धीरे धीरे। कदम है बढाने हमें धीरे धीरे॥ भाव जाह्नवी जल सुखे जा रहे हैं। भोग आग बनकर जलाते रहे हैं। शबनम बहे स्नेहकी धीरे धीरे… कदम… कुसुम संस्कृति के मुरझा रहे हैं। अनाचार के फल फले जा रहे हैं। संस्कारके बीज उगे धीरे धीरे… कदम… अकर्मव्यता रक्तमें छा गई है। आलस सुरा बन नयनमें बसी है। पिलायें सुधा कर्मकी धीरे धीरे… कदम… करे धर्मके नाम मनमानी अपनी। सदा स्वार्थके नाम माला है जपनी। प्रकट हो सूरज धर्मका धीरे धीरे… कदम… हमें पांडुरंगी सहारा मिला है। हमें जिंदगीका किनारा मीला है। मीला मार्ग दैवी चलें धीरे धीरे… कदम… ===ॐ=== भाद्रपद शुक्ल पक्ष १३, गुरुवार, सं. २०४१| दि. २३-९-८५| Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
ડીસેમ્બર12 હવે કરો આરામ. Posted on ડિસેમ્બર 12, 2013 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય સ્વાધ્યાયી કહી દો ‘દાદા’ને, આપ કરો વિશ્રામ; જીવન રામને કામે ખરચ્યું, હવે કરો આરામ. દુઃખ દર્દને મિત્રો કીધાં, અગવડના પ્યાલા પણ પીધા; દેહ ધર્મની મર્યાદા ઓળંગી, કીધાં કામ… જીવન… કટાક્ષના કંટક પણ વાગ્યા, અગન ક્રોધના ભડકા દાઝ્યાં; હસતાં હસતાં સહન કર્યાં, સહુ જગનાં દુઃખ તમામ… જીવન… જ્ઞાની પંડિત સહુ વિરોધી બેઠાં, તમ કીર્તિ અવરોધી; યોગેશ્વરની સહાય તમને, વિશ્વે ગાજ્યું નામ… જીવન… ઋષિ દધીચિ આપ લાવ્યા છો, ઈશ કામે અસ્થિ હોમો છો; મોટા મોટા ઈન્દ્રોના પણ, છૂટતા દોર દમામ… જીવન… પાંડુરંગ છો ભાવ સમંદર, ભાવ ઝરણ સૌનાં છે અંતર; આકર્ષી એ સઘળા સ્ત્રોતો, જગવ્યો સૌમાં રામ… જીવન… કર્મયોગ સૂરજ સમ કીધો, ભાવે શ્યામને બાંધી દીધો; ઉજ્જડ ને ઉજ્વળ છે કીધું, જીવન યાત્રા ધામ… જીવન… પ્રભુકાર્ય આપે બહુ કીધું, ઈશ મારગનું ઘડતર કીધું; સૂચન કરો અમને શું કરવું, નહીં થઈએ ગુમનામ… જીવન… ===ૐ=== વૈશાખ સુદ ચૌદસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૩-૫-૮૫. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...