ડીસેમ્બર14 ગીતા નિર્ઝરી Posted on ડિસેમ્બર 14, 2021 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય ગીતા જયંતિના પાવન પર્વે શ્રી. દિનેશ પાઠક દ્વારા રચિત “ગીતા નિર્ઝરી” પુસ્તક, આ બ્લોગના પુસ્તક વિભાગમાં ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ કરીએ છીએ. આપ સૌને આ પુસ્તક ગમશે એવી આશા સાથે અહિં પ્રગટ કરીએ છીએ. ગીતા નિર્ઝરી Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
માર્ચ24 You are Posted on માર્ચ 24, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય You are the peak of the mountain…(2) You are not shallow. You are not hollow. You are the firm foundation… You are… Don’t be sorry. Thou art glory. You are the son devine… You are… Those who unable Gita makes able SHE is the source of power… You are… Sorrows you arrange Meet the challenge Keep the High Ambition… You are… To know your ‘self’ “Swadhyay” gives help Opens the joy fountain… You are… Now no fear Yogeshwar is Here Guides the world Pandurang… You are… ===ૐ=== Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
માર્ચ17 દ્રષ્ટાંત ગીતા – ૨ Posted on માર્ચ 17, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય ગીતાના કેટલાંક ચુનંદા શ્લોકો પર આધારિત મારી પુસ્તિકા “દ્રષ્ટાંત ગીતા – ૨”, આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે. આશા છે સૌને ગમશે. આપ સૌનાં અમૂલ્ય અભિપ્રાયની આશા ઠેરવું છું. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
જાન્યુઆરી29 । योगेश्वर स्तवन । Posted on જાન્યુઆરી 29, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય મૂંઝાતો પાર્થને જોઈ હરિ કહેતા રણાંગણે, સમાધિ ભાવમાં બોલે ભૂલી નિજ કૃષ્ણત્વને. યોગેશ્વર તણા રૂપે બ્રહ્મ ત્યાં વિલસી રહ્યું, ‘ભગવન્ ઉવાચ’ તેવું તેથી ગીતામાં કહ્યું. યોગની ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા તે યોગેશ્વર, તેથી રામને શિવજી કૃષ્ણ જયમ યોગેશ્વર. પ્રક્રિયા જીવને શિવથી જોડતી યોગ જાણવી, એવાં સિદ્ધ યોગાત્મા છલકાવે યોગ જાહ્નવી, સમર્પું મુજ કાયાને સ્વીકારો યોગેશ્વરો, બ્રહ્મની સ્નેહ વર્ષાને રેલાવો બ્રહ્મેશ્વરો. === ૐ === Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
જાન્યુઆરી6 સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે. Posted on જાન્યુઆરી 6, 2014 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે, ને હેતથી ભરેલું હૈયું મને ગમે છે. જોઈ મેં ચાલ તારી જે શૌર્યની સવારી, ગૌરવની એ ખુમારી જોવી મને ગમે છે. રાજ્યાભિષેક વિણ તું સમ્રાટ છે હૃદયનો, દિલની એ બાદશાહી તારી મને ગમે છે. કેવું વિશાળ હૈયું? સૌને સમાવનારું, સૌનું છતાંય મારું એ ઘર મને ગમે છે. છમ છમ બજી રહ્યા છે ઝાંઝર બનીને શબ્દો, મહેફિલ મહીં એ તારી પાગલ થવું ગમે છે. પ્યાલો લીધો છે તારી ગીતા સુધાનો મેં તો, ના ઓડકાર આવે પીવું મને ગમે છે. ખેંચાય જ્યાં ભૃકુટિ તાંડવના તાલ ઉઠતા, મલકે નયન કે ખીલતી સૃષ્ટિ મને ગમે છે. તું કેમ બહુ ગમે છે કારણ ન મારી પાસે, બસ એમ પણ ગમે છે ને તેમ પણ ગમે છે. ===ૐ=== ભાદરવા વદ તેરસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧૧-૧૦-૮૫. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...