ડીસેમ્બર25 નયનં મધુરં Posted on ડિસેમ્બર 25, 2021 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય કૃષ્ણ તારી આંખડી જાણે પદ્મ પાંખડી. . . ધ્રુવ રાધાને આંખબે ઈશારે બોલાવતો,મૌન વાણી રાધાની સ્નેહે મમળાવતો,રાધાનો પ્રેમ જાણે ત્યાગની છે ચાખડી… કૃષ્ણ તારી નયણાંનાં વર્તનથી ગોપીઓ નચાવતો,ઘેલછાને ભાવનાનાં જળથી નવરાવતો,ભાન ભૂલે ભામિની ચાલ જોઈ ફાંકડી… કૃષ્ણ તારી આંખની રતાશ જોઈ ચાણૂર ગાત્રો ધ્રુજે,કંસના નયનમાંહી ભયના ભૂતો દિસે,વાંસળીયે પાપીને લાગે દંડ લાકડી… કૃષ્ણ તારી ભક્તોને આંખ મહીં વૃંદાવન લાગતા,શરણે આવેલાને મોક્ષધામ લાગતા,નિરાશા નષ્ટ થઇ વિદાય થાય રાંકડી… કૃષ્ણ તારી આંખડીના ગોખ મહીં આવી શ્યામ નાચજે,જન્મોની વેદના પછી આવી આ ઘડી… કૃષ્ણ તારી = = = ૐ = = = Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
ઓક્ટોબર16 પુસ્તકાલય: સરસ્વતી વંદના Posted on ઓક્ટોબર 16, 2017 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય વાક્-બારસ (વાઘ બારસ) ના આ પવિત્ર દિને આપણી સમક્ષ રજૂ કરું છું. વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રકાશિત મારું ગીત ‘સરસ્વતી વંદના’ જાન્યુઆરી ૨૦૧૭માં પ્રકાશિત થયું હતું. સરસ્વતી વંદના Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
સપ્ટેમ્બર9 જનકલ્યાણ: મારાં નયનમાં Posted on સપ્ટેમ્બર 9, 2017 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય જનકલ્યાણ માસિક સામાયિકમાં પ્રકાશિત મારું ગીત. જનકલ્યાણ: મારાં નયનમાં Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
ફેબ્રુવારી6 ભક્તનાં લક્ષણો Posted on ફેબ્રુવારી 6, 2017 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય કરૂણાકર કૃષ્ણ ધનંજયને; ભક્તોનાં લક્ષણ વર્ણવતા, ઈશ્વર પોતાના શ્રીમુખથી; ભક્તોનું ગુણવર્ણન કરતા . . . કોઈનો દ્વેષ કદી ન કરે; મૈત્રી તો સૌની સાથ કરે, કરૂણા નિર્ઝર છલકાવીને; “નથી મારું” કહી હરિપદ ધરતા . . . અહંકાર બાળી નાખે; સુખ દુ:ખમાં મનને સ્થિર રાખે, પાપીનાં પાપો નહીં દેખી; માફી દઈને મન ખુશ રહેતા . . . સંતોષી પ્રાપ્ત થયું તેમાં; થૈ યોગી સતત રમે ઈશમાં, ઈંદ્રિયો દેહ કરે વશમાં, મન બુદ્ધિ ઈશ ચરણે ધરતા . . . ઉદ્વેગ બીજામાં નહીં કરતા; ઉદ્વિગ્ન બીજાથી ના થાતા, ઉન્નતિ કે ભય ને હર્ષ દુ:ખોથી; મુક્ત બની જગમાં ફરતા . . . ના હર્ષ મહીં ઘેલા થાતા; નહીં દ્વેષ કરી ભૂંડા થાતા, ના શોક મહીં ડૂબી જાતા; નહીં પાગલ ઈચ્છા કાજ થાતા . . . એ શુભ અશુભ કર્મો ત્યાગો; પરિણામોથી એ દૂર રહેતા, એ ભક્તિ સભર ભક્તો દેખો; પરમેશ્વરને હૈયે વસતા . . . જે શત્રુ મિત્ર સમાન ગણે; અપમાન માન સમતાથી જૂવે, સમાન ગણે જે સુખ દુ:ખને; આસક્તિ વસ્ત્રો દૂર કરતા . . . નીંદા ને સ્તુતિમાં સમ રહેતા; થઈ મનનશીલ મૌને રમતા, જે કંઇ મળતું સંતોષ ધરે; રહેઠાણ મહીં ના ચિત્ત ધરતા . . . જે પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા સેવે; ને ધર્મામૃતનું પાન કરે, જેને શ્રીહરિ ખૂબ ખૂબ ગમતા; શ્રીહરિને ભક્તો ખૂબ ગમતા . . . === ૐ === ભાદરવા વદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૧, ગુરુવાર. તા. ૧-૧૦-૨૦૧૫. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...
નવેમ્બર9 મને ગમે છે! Posted on નવેમ્બર 9, 2016 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય આનંદથી છલકતાં, નયનો મને ગમેછે; કારૂણ્યથી ભરેલું, હૈયું મને ગમે છે. જોઈ મેં ચાલ તારી, જે સિંહની સવારી; ગૌરવની એ ખુમારી, તારી મને ગમે છે. . . કેવું વિશાળ હૈયું! સૌને સમાવનારું; સૌનું છતાંય મારું, એ ઘર મને ગમે છે. . . પ્યાલો લીધો છે તારા “ગુરુલીલામૃતમ્”નો; ના ઓડકાર આવે, પીવું મને ગમે છે. . . ઝાંઝર બજી રહ્યાં છે, બાવનીનાં તારી; સંકટ મિટાવી સૌનાં, ખુશીઓ બધે વહે છે. . . ખેંચાય જ્યાં ભૃકુટિ, તાંડવના તાલ ઉઠતાં; હસતાં નયન કે ખીલતી, સૃષ્ટિ મને ગમે છે. . . તું કેમ બહુ ગમે છે? કારણ ન મારી પાસે; બસ! એમ પણ ગમે છે ને તેમ પણ ગમે છે. . . === ૐ === Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading...