Tag Archives: literature

પુસ્તકાલય: “દત્ત દશક”ને આવકાર.

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ એ મારું પુસ્તક “દત્ત દશક” ગત માહ પ્રકાશિત કર્યું. આ પુસ્તકને આવકારતો ડૉ. દેવદત્ત જોષીનો લેખ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રગટ થયો.

Advertisements

ષોડશ સંસ્કાર (સંસ્કાર સૌરભ)

સામાન્ય

સાદર પ્રણામ!

 

આજે મારા જન્મદિને, હું આપની સમક્ષ મારી લખેલી પ્રથમ પુસ્તિકા ષોડશ સંસ્કાર (સંસ્કાર સૌરભ) રજૂ કરું છું. જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ પુસ્તિકા પ્રગટ થયેલી અને તેની ૧૬,૦૦૦ નકલો સમાજમાં ગઈ છે. ગુજરાત પુસ્તકાલય, વડોદરા દ્વારા આ પુસ્તકની ૩૦૦૦ નકલો છપાઈ છે.

 

 

વડોદરાના એક પ્રતિષ્ઠિત અને ખૂબ જ જાણીતાં ડો. સતિષ શાહ, આ પુસ્તિકા જોઈને ખૂબ ખુશ થયા હતાં. એમણે Baroda Medical College ની એક બેઠકામાં આ પુસ્તિકાનું નાટ્ય રૂપાંતર કરાવીને પ્રદર્શિત કરેલું. નાટકની પટકથા ગુજરાતના‌ જાણીતા લેખક અને કવિ માનનીય શ્રી. ચિનુ મોદીએ લખેલી. તેનાં સંવાદો પ્રાધ્યાપક હરિશ વ્યાસ (Head of Department of Drama, The M. S. University of Baroda) – લખેલાં અને ત્યાંના જ પ્રાધ્યાપક ચૈતન્ય દવે દ્વારા નાટકનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકોમાં મુખ્યત્વે બધાં જ તબીબો હતાં અને તેમણે આ નાટક રસપૂર્વક નીહાળ્યું અને વખાણ્યું. જાણીતાં સાપ્તાહિક ‘ચિત્રલેખા‘ એ એની સુંદર નોંધ લીધેલી. સૌએ આપણી આ વૈદિક (હિંદુ) સંસ્કૃતિનું બહુમાન કરેલું, જેનો મને લેખક તરીકે ખૂબ જ આનંદ અને સંતોષ છે.

 

આશા છે કે આપ સૌને મારી આ પુસ્તિકા ગમશે, જે આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે.

શ્રી કૃષ્ણ માધુર્ય

સામાન્ય

મધુરાષ્ટક પર મારું ચિંતન, “શ્રી કૃષ્ણ માધુર્ય” ઈ-પુસ્તક સ્વરૂપે હવે મારાં બ્લોગ પર ઉપલબ્ધ છે.

શ્રી કૃષ્ણ માધુર્ય

દિલમાં ઈશની પ્રતિષ્ઠા

સામાન્ય

(રાગ- નોખી માટીનાં નોખાં માનવી …)

 

રાખીશ જો એકજ નિષ્ઠા, દિલમાં ઈશની પ્રતિષ્ઠા

તો તો હરિ તને સંભાળશે, ઓ ભાઈ તો તો હરિ તને સંભાળશે

 

મુખથી લઈ નામ તું તો ઈશને પોકારતો

મનમાં શ્રધ્ધા ના તુજને બીજાને ચાહતો

ભાગેડું ભક્તિ તારી છોડી દે ઓ અવિચારી

પ્રભુ ખોળામાં તુજને ધારશે                     ઓ ભાઈ …

 

જીવનમાં કેટલાંયે તોફાનો આવશે

કેટલાયે માનવીઓ નિષ્ઠા ડગાવશે

તોયે તું હિંમત ધરજે શ્રધ્ધાને મજબૂત કરજે

તું તો કસોટી પાર પામશે                        ઓ ભાઈ …

 

લાલચની માયાજાળે તું ના ફસાઈ જાતો

ક્ષણનાં સુખોને ખાતર તું ના ભરમાઈ જાતો

સુખ દુ:ખને ટાળીશ જો તું પ્રભુજીને અપનાવીશતો

જગનો પિતા તને રમાડશે                        ઓ ભાઈ …

 

વ્યભિચારી નિષ્ઠાથી ના ઈશ્વર ખુશી થશે

હૈયાના ભાવ વિના પાસે ના આવશે

અવ્યભિચારીણી ભક્તિ દેશે અનોખી શક્તિ

હરિનાં ચરણોમાં સ્થાન આપશે                     ઓ ભાઈ …

    ===ૐ===

ચૈત્ર વદ અમાસ -પડવો વૈશાખ સુદ, સં. ૨૦૩૬, મંગળવાર, તા. ૧૫-૪-૮૦.

સમજણ દે સ્વાધ્યાય

સામાન્ય

સમજણ દે સ્વાધ્યાય ભાઈ, સમજણ દે સ્વાધ્યાય

ભણવો નિજ અધ્યાય ભાઈ, સમજણ દે સ્વાધ્યાય

 

ભાંગેલા હૈયાં ને સાંધે, ભાવ તણાં તંતુથી બાંધે

મટતી મનની લાય ભાઈ                    સમજણ …

 

શાસ્ત્રો ના અર્થો સમજાવે, અર્થો ને જીવતરમાં લાવે

જીવન પુલકિત થાય  ભાઈ                સમજણ …

 

માનવ ની કિંમત બતલાવે, સહુમાં પ્રભુનું રૂપ બતાવે

જીવન મુલ્ય શીખાય ભાઈ                    સમજણ …

 

લાચારીને આગ લગાવે, અસ્મિતા કિરણ પ્રગટાવે

સ્વાર્પણ પાઠ શીખાય ભાઈ                સમજણ …

 

ઉંચનીચના ભેદ અહીં ના, સંતાનો એક  પ્રભુના

હરીની શીતળ છાંય ભાઈ                    સમજણ …

    ===ૐ===

વૈશાખ સુદ બીજ, સં.૨૦૩૬, બુધવાર. તા. ૧૬-૪-૮૦

મનડું ઝંખે રે, તારું દર્શન પામવાં

સામાન્ય

(રાગ- નંદ કુંવર નાનો રે …)

 

મનડું ઝંખે રે, તારું દર્શન પામવાં

 

તારાં તે રૂપ છે બહુ મોઘાં

દેવનેય દુર્લભ રે                        તારું દર્શન …

 

દાન અને તપ કોઈ લેખે ન લાગતાં

વેદથીય ના કળાય રે                   તારું દર્શન …

 

યજ્ઞ યાગ સૃષ્ટિ માં શુધ્ધિ ને આણતાં

પણ તું ના નીરખાય રે                  તારું દર્શન …

 

જોવા હું ચાહુ છું ભક્તિનો રાહ લઈ

એક ભાવ ધારજો રે                      તારું દર્શન …

 

તારેજ માટે પ્રભુ મારે ઘસાવું

સોંપ્યું જીવન સુકાન રે                  તારું દર્શન …

 

વેર ભાવ છોડીને તુજને નીરખવો

સઘળે તું વરતાય રે                       તારું દર્શન …

===ૐ===

વૈશાખ સુદ છઠ, સં. ૨૦૩૬, રવિવાર. તા. ૨૦-૪-૮૦

તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાન છે

સામાન્ય

(રાગ – નાચે ઘનશ્યામ આજ વિદ્યાપીઠ ધામમાં … )

 

તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાન છે

સંસ્કૃતિ માતાનું વિશ્રામ ધામ છે

 

तत्व નાં પ્રકાશ કિરણ અહીંયા ફેલાય છે

જીવ જગત જગદીશ સંબંધો સમજાય છે

જીવનના કોયડાઓ અહીંયા ઉકેલાય છે        તત્વજ્ઞાન …

 

ज्ञान ની સરિતા યોગેશ્વર રેલાવતા

બાળ ગણપતિ તો નિર્દોષતા વહાવતા

ભાવથી ભવાનીનું મુખડું સોહાય છે            તત્વજ્ઞાન …

 

विद्यापीठ જીવનનું સંગીત વગાડતી

કલા અને વિદ્યાના મર્મને બતાવતી

दादा ના તપનું એ અણમોલું ધામ છે        તત્વજ્ઞાન …

 

સ્વાધ્યાયી જંગમ વિદ્યાપીઠ સ્વરુપ છે

ઘર ઘર ને ગામ ગામ એનાં તો મૂળ છે

યોગેશ્વર પ્રાણ અને दादा સુગંધ છે             તત્વજ્ઞાન …

    ===ૐ===