Tag Archives: religion

પુસ્તકાલય: “દત્ત દશક”ને આવકાર.

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ એ મારું પુસ્તક “દત્ત દશક” ગત માહ પ્રકાશિત કર્યું. આ પુસ્તકને આવકારતો ડૉ. દેવદત્ત જોષીનો લેખ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રગટ થયો.

Advertisements

નારેશ્વર મારું વૃંદાવન

સામાન્ય

નારેશ્વર મારું વૃંદાવન …

રમતા અવધૂત તે મુજ ચિતવન … નારેશ્વર

શાંતિનો મહાસાગર છલકે, બ્રહ્માનંદે મુખડું મલકે,
રંગ અગોચર દત્ત નીરખતા, અવધૂતાનું થાતું ચિંતન … રમતા

 

મયુર ભુજંગે વેર ભૂલ્યાં જ્યાં, કીધાં નૃત્ય અહિંસક થૈ ત્યાં,
સ્મશાન બનીયું મોક્ષપુરીને, દેવો પણ ત્યાં કરતા કીર્તન … રમતા

 

કલ કલ ગાતી રેવા વહેતી, દર્શનથી તે પાવન કરતી,
સૌનાં પાપ મલિનતા ધોતી, મધુર મધુર મલકાવે સ્પંદન … રમતા

 

અવધૂતી દરબાર નિરાળો, તૂટે જગની સૌ જંજાળો,
દુ:ખ હરણ આનંદ નીધિ દે, રંગ બાદશાહીનું દર્શન … રમતા

 

મમતા ભાગે સમતા જાગે, દેવદ્રષ્ટિ થાતી અનુરાગે,
દીન મટી દાનેશ્વર કરતું, રંગાનું દૈવી નયનાંજન … રમતા

=== ૐ ===

પુરસ્કાર

સામાન્ય

પુરસ્કૃત થયો છે પુરસ્કાર આજે,

પ્રભુએ અપાવ્યો જે મોભાને છાજે.

 

તમે વ્યોમ ધરતીની દૂરી મીટાવી,

દિલે સ્નેહ ઉપવન ઘટાઓ ખીલાવી,

ખુમારીનો આસવ નયનમાં બિરાજે…     પુરસ્કૃત…

 

બદતર ને રોતલના ચહેરા દિપાવ્યા,

નસીબથી ડરેલાઓ પુરુષાર્થ પામ્યા,

ધરી હોંશ કરતાં પ્રભુકાર્ય આજે…           પુરસ્કૃત…

 

કૃષિને કણસલે ને ગોરસ વણોલે,

નૌકાની સંગે ને ઉપવનને ખોળે,

ભક્તિની શકતિના દુંદુભી બાજે…          પુરસ્કૃત…

 

પ્રભુથી પ્રભુકાર્ય માટે નિમાયા,

ગુણીજન ને જ્ઞાનીની નજરે સમાયા,

જગત વંદ્ય તમને પુરસ્કાર લાધે…           પુરસ્કૃત…

=== ૐ ===

ભાદરવા વદ ત્રીજ, સં. ૨૦૫૨, શનિવાર. તા. ૩૧-૮-૧૯૯૬.

અત્રીનંદન

સામાન્ય

અત્રીનંદન આવો પ્રભુજી,

અનસૂયા સૂત આવો.

 

અત્રી ઋષિના આપ છો વંશજ,

બ્રહ્મા વિષ્ણુ શિવના અંશજ,

ભક્તો કાજ પધારો…              પ્રભુજી…

 

પરબ્રહ્મે સાકારીત રૂપ લીધું,

સહુને સઘળું અર્પી દીધું,

તેથી ‘દત્ત’ કહાવો…               પ્રભુજી…

 

કમંડલે જીવન જલ છલકે,

માલાથી નામ સ્મરણથી મલકે,

જીવન પ્રભુમય થાઓ…         પ્રભુજી…

 

ઘોર નીંદરે પોઢ્યા જનને,

ડમરુ જગવે પ્રમાદીઓને,

ત્રિશૂલે ત્રણ શૂળ મીટાવો…    પ્રભુજી…

 

સૂણો અનાહત શંખધ્વનિ થી,

જન્મ મરણને હણવા પ્રભુજી,

ચક્ર સુદર્શન ધારો…                પ્રભુજી…

 

ભવ સાગરને તરવો મારે,

નામ સ્મરણની નૌકા તારે,

શરણે દત્ત સ્વીકારો…             પ્રભુજી…

=== ૐ ===

આસો સુદ પુનમ “શરદ પૂર્ણિમા”, સં. ૨૦૬૯, શુક્રવાર. તા. ૧૮-૧૦-૨૦૧૩.

શ્રી કૃષ્ણ માધુર્ય

સામાન્ય

મધુરાષ્ટક પર મારું ચિંતન, “શ્રી કૃષ્ણ માધુર્ય” ઈ-પુસ્તક સ્વરૂપે હવે મારાં બ્લોગ પર ઉપલબ્ધ છે.

શ્રી કૃષ્ણ માધુર્ય

પ્રેરણા મૂર્તિ

સામાન્ય

વિભૂતિ યોગના જેવી અમારી પ્રેરણા મૂર્તિ,

કરાવે વિશ્વરૂપ દર્શન અમારી પ્રેરણા મૂર્તિ.

 

કૃતિથી સંસ્કૃતિ સર્જે મનોહર આકૃતિ મનની,

મીટાવે વિકૃતિ વિષને અમારી પ્રેરણા મૂર્તિ.

 

મલકતી બાળને ચહેરે યુવા શક્તિ બની ગર્જે,

મહિમા નારીનો ગર્જે અમારી પ્રેરણા મૂર્તિ.

 

જઈ માછી મહીં વસતી ને હસતી વાઘરી વચ્ચે,

વહાવે મહેર મહેરો પર અમારી પ્રેરણા મૂર્તિ.

 

ભલે હો શ્વેત જન કે શ્યામ એ ઘનશ્યામ ગીત ગજવે,

બધાંમાં શ્યામનો વાસો બતાડે પ્રેરણા મૂર્તિ.

 

ઊગી ઉપવન મહીં વૃક્ષે લહેરાતી કૃષિ ચાસે,

સરકતી મત્સ્યગંધા થૈ અમારી પ્રેરણા મૂર્તિ.

 

નસીબને પિંજરે પૂરાઈને પંગુ થયેલાને,

ઉડાવે કર્મની પાંખે અમારી પ્રેરણા મૂર્તિ.

 

હૃદયમાં સ્નેહનો દરિયો ને ભાલે અસ્મિતા ચમકે,

મુખે સ્મિત શ્યામ મસ્તીનું રમાડે પ્રેરણા મૂર્તિ.

 

કરે છેદન એ ગ્રંથીનું ગીતા સમ ગ્રંથ ગાઈને,

કરે નિર્ગ્રંથ દે મુક્તિ અમારી પ્રેરણા મૂર્તિ.

 

ગતિ દીધી ચરણમાં મુજ મતિ નિર્મળ કરી એણે,

સમર્પું ભાવ પુષ્પો હું સ્વીકારે પ્રેરણા મૂર્તિ.

=== ૐ ===

ભાદરવા સુદ એકાદશી, સં. ૨૦૪૭, ગુરુવાર. તા. ૧૯-૦૯-૧૯૯૧.

શ્રી પાંડુરંગ ઉવાચ.

સામાન્ય

ઈંટ હોય કે રોડું,

એનું સ્થાન જોઈને જોડું,

પ્રભુ કાર્યકર અક્ષત કુમકુમ,

પ્રભુ ભાલમાં ચોડું…        ઈંટ. . .

 

કોઈ ઈંટ પાયામાં જાવે,

તો કોઈ શિખર શોભાવે,

ટુકડાને પણ ના તરછોડું,

પગથિયામાં ચોડું…        ઈંટ. . .

 

ચકલી ઉડશે એનાં વેગે,

ગરૂડ વિહરે ગગને વેગે,

વેગ મહીં દિશા સૂચવું હું,

ધ્યેયે હું પહોંચાડું…         ઈંટ. . .

 

મેં ના કોઈને બોલાવ્યા,

તો કોઈ ના પોતે આવ્યા,

શ્યામે સૌને ભેળાં કીધાં,

પ્રભુકાર્યનું તેડું…            ઈંટ. . .

 

અહંકાર કરવો કૃષ્ણાર્પણ,

હૃદય વલોવી કરવું તર્પણ,

જન્મ મરણ ચકરાવો તારો,

પ્રભુ કાર્યથી તોડું…         ઈંટ. . .

=== ૐ ===

કારતક સુદ અગિયારસ ‘દેવઉઠી એકાદશી’, સં. ૨૦૫૦, બુધવાર. તા. ૨૪-૧૧-૧૯૯૩.