Tag Archives: sahitya

શ્રી કૃષ્ણ માધુર્ય

સામાન્ય

મધુરાષ્ટક પર મારું ચિંતન, “શ્રી કૃષ્ણ માધુર્ય” ઈ-પુસ્તક સ્વરૂપે હવે મારાં બ્લોગ પર ઉપલબ્ધ છે.

શ્રી કૃષ્ણ માધુર્ય

Advertisements

અભ્યર્થના.

સામાન્ય

।। श्री गणेशाय नम: ।।

।। श्री योगेश्वरो विजयते ।।

 

હે પ્રભુ! અક્ષર સંયોજનથી બનેલાં

શબ્દોની તું મને સમૃદ્ધિ આપ. તે શબ્દો

દ્વારા હું તારાં ગુણ ગાન ગાઉં. તારી

આકળ કળાને માણું. તારા હૃદયમાં પ્રવેશીને

તારા પ્રેમનું પીણું આકંઠ પીઉં. મારી તૃપ્તિના

ઓડકારો તારું ગીત બને અને સમસ્ત

હૈયાંને તારા સ્નેહામૃતનું પાન કરાવીને

તૃપ્ત બને. તે પછીથી હું તારા “અક્ષર” ધામમાં આવું.

 

હે પ્રભુ! મારાં ગીતો ક્લેશ દ્વેશ

નિવારે. સતત તારી પ્રેમધારા વહાવે

સૂકાં ભઠ માનવ રુદિયામાં આનંદની

વનરાજી ડોલાવે.

 

માટે હે યોગેશ્વર! મારાં કાવ્યોમાં

તારી બંસીના સૂર ઠાંસી ઠાંસીને ભર.

મા સરસ્વતીની વીણાનો ઝણકાર મને

લાવી આપ. ભગવાન શિવજીની નૃત્ય

લીલાથી ગીતને થનગનતું બનાવ. અંતે

મારી પ્રેરણા મૂર્તિ – ગુરુ મૂર્તિ પૂ. દાદાનો

પ્રેમ અને મારાં ગીતોમાં એમની

ઇચ્છા ભરી દે. ~ એજ અભ્યર્થના.

=== ૐ ===

પોષ વદ પાંચમ, સં. ૨૦૫૦, રવિવાર. તા. ૨-૧-૧૯૯૪.

દિલમાં ઈશની પ્રતિષ્ઠા

સામાન્ય

(રાગ- નોખી માટીનાં નોખાં માનવી …)

 

રાખીશ જો એકજ નિષ્ઠા, દિલમાં ઈશની પ્રતિષ્ઠા

તો તો હરિ તને સંભાળશે, ઓ ભાઈ તો તો હરિ તને સંભાળશે

 

મુખથી લઈ નામ તું તો ઈશને પોકારતો

મનમાં શ્રધ્ધા ના તુજને બીજાને ચાહતો

ભાગેડું ભક્તિ તારી છોડી દે ઓ અવિચારી

પ્રભુ ખોળામાં તુજને ધારશે                     ઓ ભાઈ …

 

જીવનમાં કેટલાંયે તોફાનો આવશે

કેટલાયે માનવીઓ નિષ્ઠા ડગાવશે

તોયે તું હિંમત ધરજે શ્રધ્ધાને મજબૂત કરજે

તું તો કસોટી પાર પામશે                        ઓ ભાઈ …

 

લાલચની માયાજાળે તું ના ફસાઈ જાતો

ક્ષણનાં સુખોને ખાતર તું ના ભરમાઈ જાતો

સુખ દુ:ખને ટાળીશ જો તું પ્રભુજીને અપનાવીશતો

જગનો પિતા તને રમાડશે                        ઓ ભાઈ …

 

વ્યભિચારી નિષ્ઠાથી ના ઈશ્વર ખુશી થશે

હૈયાના ભાવ વિના પાસે ના આવશે

અવ્યભિચારીણી ભક્તિ દેશે અનોખી શક્તિ

હરિનાં ચરણોમાં સ્થાન આપશે                     ઓ ભાઈ …

    ===ૐ===

ચૈત્ર વદ અમાસ -પડવો વૈશાખ સુદ, સં. ૨૦૩૬, મંગળવાર, તા. ૧૫-૪-૮૦.

સમજણ દે સ્વાધ્યાય

સામાન્ય

સમજણ દે સ્વાધ્યાય ભાઈ, સમજણ દે સ્વાધ્યાય

ભણવો નિજ અધ્યાય ભાઈ, સમજણ દે સ્વાધ્યાય

 

ભાંગેલા હૈયાં ને સાંધે, ભાવ તણાં તંતુથી બાંધે

મટતી મનની લાય ભાઈ                    સમજણ …

 

શાસ્ત્રો ના અર્થો સમજાવે, અર્થો ને જીવતરમાં લાવે

જીવન પુલકિત થાય  ભાઈ                સમજણ …

 

માનવ ની કિંમત બતલાવે, સહુમાં પ્રભુનું રૂપ બતાવે

જીવન મુલ્ય શીખાય ભાઈ                    સમજણ …

 

લાચારીને આગ લગાવે, અસ્મિતા કિરણ પ્રગટાવે

સ્વાર્પણ પાઠ શીખાય ભાઈ                સમજણ …

 

ઉંચનીચના ભેદ અહીં ના, સંતાનો એક  પ્રભુના

હરીની શીતળ છાંય ભાઈ                    સમજણ …

    ===ૐ===

વૈશાખ સુદ બીજ, સં.૨૦૩૬, બુધવાર. તા. ૧૬-૪-૮૦

મનડું ઝંખે રે, તારું દર્શન પામવાં

સામાન્ય

(રાગ- નંદ કુંવર નાનો રે …)

 

મનડું ઝંખે રે, તારું દર્શન પામવાં

 

તારાં તે રૂપ છે બહુ મોઘાં

દેવનેય દુર્લભ રે                        તારું દર્શન …

 

દાન અને તપ કોઈ લેખે ન લાગતાં

વેદથીય ના કળાય રે                   તારું દર્શન …

 

યજ્ઞ યાગ સૃષ્ટિ માં શુધ્ધિ ને આણતાં

પણ તું ના નીરખાય રે                  તારું દર્શન …

 

જોવા હું ચાહુ છું ભક્તિનો રાહ લઈ

એક ભાવ ધારજો રે                      તારું દર્શન …

 

તારેજ માટે પ્રભુ મારે ઘસાવું

સોંપ્યું જીવન સુકાન રે                  તારું દર્શન …

 

વેર ભાવ છોડીને તુજને નીરખવો

સઘળે તું વરતાય રે                       તારું દર્શન …

===ૐ===

વૈશાખ સુદ છઠ, સં. ૨૦૩૬, રવિવાર. તા. ૨૦-૪-૮૦

તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાન છે

સામાન્ય

(રાગ – નાચે ઘનશ્યામ આજ વિદ્યાપીઠ ધામમાં … )

 

તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાન છે

સંસ્કૃતિ માતાનું વિશ્રામ ધામ છે

 

तत्व નાં પ્રકાશ કિરણ અહીંયા ફેલાય છે

જીવ જગત જગદીશ સંબંધો સમજાય છે

જીવનના કોયડાઓ અહીંયા ઉકેલાય છે        તત્વજ્ઞાન …

 

ज्ञान ની સરિતા યોગેશ્વર રેલાવતા

બાળ ગણપતિ તો નિર્દોષતા વહાવતા

ભાવથી ભવાનીનું મુખડું સોહાય છે            તત્વજ્ઞાન …

 

विद्यापीठ જીવનનું સંગીત વગાડતી

કલા અને વિદ્યાના મર્મને બતાવતી

दादा ના તપનું એ અણમોલું ધામ છે        તત્વજ્ઞાન …

 

સ્વાધ્યાયી જંગમ વિદ્યાપીઠ સ્વરુપ છે

ઘર ઘર ને ગામ ગામ એનાં તો મૂળ છે

યોગેશ્વર પ્રાણ અને दादा સુગંધ છે             તત્વજ્ઞાન …

    ===ૐ===

પ્રભુ તું તો પ્રેમ ની ધારા

સામાન્ય

(રાગ- આંધળી માંનો પત્ર … )

 

પ્રભુ તું તો પ્રેમ ની ધારા, વહાવે તું જગમાં સારા

 

જગ આખાની માતા થઈ, તું પોષે સઘળાં બાળ

કોઈજો તુજને માને ન માને, સરખું કરતો વ્હાલ        પ્રભુ …

 

વણ માગ્યું તેં દિધું સઘળું, ના અરજીની વાત

પિતા થઈ વાત્સલ્ય વહાવ્યું, આપે જેવી લાયકાત        પ્રભુ …

 

શું શું કરતા માનવી કામો, એમને ના કંઈ યાદ

સઘળાં કર્મો યાદ કરીને, દેતો વિના ફરીયાદ            પ્રભુ …

 

જીવનમાં શેં જીવવું મારે, તેથી તો દીધું જ્ઞાન

વેદ બનીને આપ છવાયો, ઋક યજુને સામ            પ્રભુ …

 

કોઈ કહે છે રામ ને કૃષ્ણ, કહે કોઈ ઓમકાર

તું તો આખા જગનો સર્જક, તારો નાકો પાર            પ્રભુ …

    ===ૐ===

વૈશાખ સુદ બીજ સં. ૨૦૩૬, બુધવાર. તા. ૧૬-૪-૮૦