Tag Archives: surprise

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

મારે તો ખુદનું છે જીવન તપાસવું.

સામાન્ય

મારે તો ખુદનું છે જીવન તપાસવું,

ચિંતનથી જીવનનાં પૃષ્ઠને ચકાસવું…            મારે…

 

સૂર્ય અને ચંદ્રની ગતિ ને હું માપતો,

વૃક્ષ તણી વૃદ્ધિની પ્રગતિને જાણતો,

અધોગતિ પ્રગતિ નિજની છે નિહાળવું…          મારે…

 

ઊંડાણો સાગરનાં જાણવાં હું માગતો,

સાથ સાથ બીજાની શક્તિઓ માપતો,

પોતાનાં દિલનાં ઊંડાણને છે માપવું…             મારે…

 

ફરતાં તારક વૃંદો આશ્ચર્ય આપતાં,

ચમત્કાર લાગે કો આધારે ઘૂમતાં,

ખુદની ખૂબીઓ કેરું આશ્ચર્ય જાણવું…             મારે…

 

ચાતક વર્ષોનાં મેં વિરહ ગીત સાંભળ્યાં,

સૂર્યમુખી સૂરજનાં સંબંધો સાંભર્યા,

ઈશ સાથે મારાં સગપણને પીછાણવું…            મારે…

 

સ્વાધ્યાયનો મંત્ર જીવન દ્રષ્ટિ સમજાવતો,

જીવ જગત જગદીશનું સગપણ બતલાવતો,

સુકાની પાંડુરંગનું શરણું છે પામવું…                મારે…

    ===ૐ===