યમુના કિનારે શ્યામ ગાય ચારે,
ત્રિભંગા કૃતિ કહાનાની મનોરમ્ય લાગે.
લીલી લીલી હરિયાળીની પહેરીને કંમુકી,
મલકાતી લે અંગડાઈ કાલિંદી વાંકીચૂંકી,
સ્નેહગીત છેડે નીરના ઝાંઝર ઝણકારે… યમુના…
કૂણી કૂણી લાગણીની સેજ મેં બિછાવી,
મન ભાવન મોહન મૂર્તિ એમાં સૂવડાવી,
પોઢી જાજે કાનુડા મનને પથારે… યમુના…
વેણ મારાં વેણું થઈને તારાં ગીત ગુંજે,
રેણની પળો રેણુ થઈ ચર્ણ તારાં ચૂમે,
વિરહ અગ્નિ જ્યોતિ થઈ આરતી ઊતારે… યમુના…
બંસીના સૂર તારા હોશ ને ગુમાવે,
થોડી થોડી શાને વ્હાલા સમાધિ લગાવે,
કરવું રુદીયું મઢૂલી, રહેવાને તારે… યમુના…