(રાગ – મોરલી વેરણ થઈ રે કનૈયા તારી મોરલી વેરણ થઈ )
સ્વર: મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલ
તારો હું બની જઉં કનૈયા તારો હું થઈ જઉં.
મોરલીયો થઈ મોર પીંછ હું તારે શીશ ધરી દઉં
કાયાનું મયુરાસન કરીને સ્થાપન તુંજ કરી દઉં … કનૈયા …
ગાય બનીને ગોકુળમાં હું તારા ધણમાં જઉં
તારા પ્રેમાળ સ્પર્શને પામી પાવન હું થઈ જઉં … કનૈયા …
થઈને ફૂલડું તારા ચરણે ફોરમ ફોરી દઉં
તારાં જુલ્ફામાં જો ખોસે તો તો મલકી લઉં … કનૈયા …
સાગરના પેટાળે પોંચી શંખ હું બની જઉં
ચાહેતો એને બજવી લેજે પાંચજન્ય થઈ જઉં … કનૈયા …