રંગ વંદના

સામાન્ય
રંગ વંદના

નારેશ્વર સ્થિત પરમ પૂજ્ય શ્રી. રંગ અવધૂત મહારાજની દત્ત નામ સંકીર્તન પ્રેરિત સ્વરચિત

રંગ વંદના (વાંચો / Downlaod)”.

શ્રદ્ધાંજલિ

સામાન્ય

દિવ્ય જીવન સંઘ વડોદરા શાખાના માસિક “શિવપદ પરાગ“‍ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

શિવપદ પરાગ - શ્રદ્ધાંજલિ
શિવ પદ પરાગ જૂન – ૨૦૨૧.

અવધૂત પરિવારના “નારેશ્વરનો નાદ”‍ માસિકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

નારેશ્વરનો નાદ – જૂન ૨૦૨૧.

પુસ્તકાલય: “ભજગોવિન્દમ્ ”ને આવકાર.

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.’ એ મારા પુસ્તક “ભજગોવિન્દમ્“ને આવકારતો લેખ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રગટ થયો, જે અહિં રજૂ કરું છું.

ભજગોવિન્દમ્

સામાન્ય

    શ્રીમદ્ જગદગુરુ આદિ શંકરાચાર્ય કૃત ‘ભજગોવિન્દમ્’ પર મારું ચિંતન રજૂ કરતું પુસ્તક હાલમાં પ્રકાશિત થયું. પ્રભુ અને ગુરુજનોની કૃપાથી આ મારું પ્રકાશિત થયેલું ૧૯મું પુસ્તક છે.

 

ભજગોવિન્દમ્ પુસ્તકનું મુખપૃષ્ઠ

‘ભજગોવિન્દમ્’ પુસ્તકના વિમોચન સમયે,

આ પુસ્તક પ્રાપ્ત કરવા માટે મારો સંપર્ક સાધી શકો છો. અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તક પણ આ બ્લોગના પુસ્તક વિભાગમાં ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.

ધન્ય ધરા ગુર્જરી

સામાન્ય

ધન્ય ધરા ગુર્જરી,

જાણે ઝલકી સ્નેહ નિર્ઝરી . . . ધૃવ . . .

 

માટી એની કાળી ધોળી,

વસુધાએ પૂરી રંગોળી;

ફળ ફૂલ લચી પડ્યાં ખૂબ મ્હેંકે,

ધાન્ય ભર્યા વિસ્તારી . . . ધન્ય ધરા . . .

 

अतिथी देवो भव: નું દર્શન,

સ્મિત સહ આવકારતાં વદે વચન;

કોઈ પારકાં રહે નહીં અહીં,

વિવેકની સરવરી . . . ધન્ય ધરા . . .

 

રેવા સૌને નિર્મલ કરતી,

મહી તાપી ફળદ્રૂપતા દેતી;

નાની મોટી સરિતાઓ પણ,

જલથી છે સૌ ભરી . . . ધન્ય ધરા . . .

 

દત્ત ચરણ ગીરનારે વસતાં,

પાવાગઢ પર કાલી રમતાં;

અંબાજીનો આશ્રય પામે,

ગુર્જર પ્રજા મન ભરી . . . ધન્ય ધરા . . .

 

કૃષ્ણચંદ્ર દ્વારીકામાં વસતા,

સોમનાથ શિવ સૌને ગમતા;

બુદ્ધ મહાવીર વિચારધારા,

પાષાણ પાટી પર પ્રસરી . . . ધન્ય ધરા . . .

 

નરસિંહના મધુરાં પદ ગૂંજે,

જલારામ સેવા સહુ પૂજે;

અવધૂત રંગની મૌન વાણીની,

વહેતી મધુરી લહેરી . . . ધન્ય ધરા . . .

 

ગાંધી વલ્લભની આ ભૂમિ,

રવિશંકર દાદાએ ચૂમી;

સંત પૂનિતની સેવા ભક્તિ,

લોક હૃદયમાં પ્રસરી . . . ધન્ય ધરા . . .

___ ૐ ____

ચૈત્ર સુદ ચૌદસ સં. ૨૦૭૬. તા. ૨૦-૪-૨૦૨૦.