હું દિનેશચંદ્ર દલસુખરામ પાઠક અને મિત્રોમાં દિનેશ પાઠક તરિકે જાણીતો. જ્ઞાતિજનમાં નાનાં મોટા સૌનો ‘દિનુ મામા’! મારું મૂળ વતન ‘થળી’, તા. નાંદોદ, જિ. નર્મદા, ગુજરાત.
મારી ૧૨ વર્ષની ઉંમરે ગામ છોડીને બહેનને ત્યાં અભ્યાસ માટે આવ્યો અને કલાભવન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આર્કિટેક્ચરમાં (સ્થાપત્ય) સ્નાતકની પદવી મેળવી. બહેનની ઘરે રહીને ભાણાંઓ સાથે ભણતાં ભણતાં બધાંનો ‘મામો’ થઇ ગયો.
વ્યવસાયિક જીવનની શરુઆતમાં સુરત અને ગાંધીનગરમાં ‘કેપિટલ પ્રોજેક્ટ’ માં ૬-૬ મહિના કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૦ વર્ષ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું પણ ત્યાંનાં તંત્રને જાકારો આપવો પડ્યો. આર્કિટેક્ચર ડિપાર્ટમેંટ, ફેકલ્ટી ઓફ ટેક્નોલૉજી એન્ડ એન્જિનિયરિંગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે જોડાઇ ૨૯ વર્ષ કામ કર્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત થયાં બાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, વાસદમાં ૧ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી. મને ૪૧ વર્ષનાં અનુભવમાં, ૩૦ વર્ષ શૈક્ષણિક ક્ષેત્રે અને ૧૧ વર્ષ વ્યવસાયિક સેવા કરવાનો લાભ મળ્યો.
મારાં શોખ અને વિશિષ્ટ કાર્યો:
-
સંગીત, નાટક, વાંચન અને પર્યટનનો અદમ્ય શોખ.
-
સંતો, સમાજ સુધારકો, લેખકો, કવિઓ, સ્વતંત્ર સેનાનીઓ, રાજ નેતાઓ, સંગીતકારો, રમતવીરો, નૃત્યકારો, આર્કિટેકટ્સ અને વિવિધ કલાકારોને જોવાનો અને મળવાનો લાભ મળ્યો. બધાં થઇને ૩૦૦-૪૦૦ જેટલાં મહાનુભાવો સાથે મિલન અથવા દર્શનની તક મળી.
-
ભારતમાં હિમાલય, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ૨૦૦ જેટલાં ગામડાંઓ તથા મુખ્ય શહેરો જોયાં અને ત્યાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર તથા પ્રસાર કર્યો. નેપાળ અને કતાર (મધ્ય પૂર્વ એશિયા) જેવાં દેશો જોવાની પણ તક મળી.
-
સ્વાધ્યાય કેન્દ્ર, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, સીનિયર સીટિઝન્સ તેમજ સ્કૂલ તથા કોલેજમાં વિવિધ વિષયો ઉપર લગભગ ૩૦૦૦ પ્રવચનો આપવાનો મોકો મળ્યો.
-
ઑલ ઇન્ડિયા રેડિયો(AIR), ‘આકાશવાણી’ દ્વારા ૩ રેડિયો ટૉક પ્રસારિત થઇ.
-
લગભગ ૨ વર્ષ સુધી વડોદરાની સ્થાનિક ચેનલ “J TV” દ્વારા વિવિધ વિષયો પર ૨૦૦ જેટલાં વાર્તાલાપ પ્રસારિત થયાં.
-
સ્વરચિત કાવ્યોનો “મારે હૃદય વસો ઘનશ્યામ” નામનો સંગીત સંગ્રહ પ્રકાશિત કર્યો, જેને સંગીતબદ્ધ શ્રી શશાંક ફડણીસ કર્યો. આ બ્લોગનાં ‘સંગીત સંગ્રહ’ વિભાગમાં આ ગીતો સાંભળી શકો છો.
-
૬૦૦ જેટલાં કાવ્યોની રચના કરી, જેમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, દેવ-દેવીઓ અને ગીતાજીના ઉપદેશને રજુ કર્યો. હવે આ જ ગીતો આ બ્લોગ દ્વારા રજુ કરવાનો પ્રયાસ કરું છું. આશા છે સર્વને ગમશે.
Respected Dineshbhai, I visited your blog today from Canada, and I really loved it. I thank you for writing such a beautiful “Bhaavgeet”. Would visit your blog regularly. I love Swadhyaya and Dadaji, and so I could immediately relate to your BhaavGeet. Beautifully written! Please continue your contribution. You are welcome to visit my blog, http://gujarati.omswami.com/ which is actually a gujarati translation of one wonderful English blog http://www.omswami.com (winner of prestigious IndiBlog 2013 award under the category of self-improvement.
Thanks and pranaam.
Bharat
Gooooood Sir!!!!
Saheb jo shaky hoy maru email send karu su tema apno contect no apso…mara bogger ma apni rachanao add karvi se….Thank…..
Email:-prakashdhakecha@gamil.com