જગને આકાર દઈ થયો નિરાકાર

સામાન્ય

(રાગ – તારો છે આશરો ને તારો આધાર, ઓ કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા )

 

જગને આકાર દઈ થયો નિરાકાર

ઓ જગના કિરતાર વિશ્વ કલાકાર

દર્શનની ઝંખના છે થઈજા સાકાર

ઓ જગના કિરતાર વિશ્વ કલાકાર

 

ઋષિઓ ને મુનિઓનાં દર્શનમાં નાચતો

સંતોના નયણાંનું અર્ચન તું લાગતો

રામ કૃષ્ણ શિવ બની દર્શન દેનાર …         ઓ જગના …

 

તું છે વિરાટ મારી નજરો છે વામણી

જુજવાં તુજ રુપ થાય ખોટી સરખામણી

મારા જેવો થઈને આવજે ભરથાર …        ઓ જગના …

 

મનના આવેગ વધે દિશા ભૂલાઈ જાય

તુંતો નિર્ગુણ તારું રૂપ ના મુજ થી કળાય

મૂર્ત બની મૂર્તિમાં આવજે ભગવાન …      ઓ જગના …

 

યોગ અને આસનની સમજણ પડતી નથી

કર્મકાંડ ની ક્રીયાઓ મુજ થી કળતી નથી

ઉન્નત વિકાર કરું કરજો સ્વીકાર …          ઓ જગના …

 

ગમતી સુગંધ તેથી ફૂલડાં ચઢાવતો

ગમતું સંગીત માટે સંગીતમાં નાચતો

હૈયાની ઉર્મિનો ધરતો પ્રસાદ …             ઓ જગના …

 

વસતો તું કણ કણમાં મૂર્તિમાં કાં નહીં

ફોરમ નિર્ગુણ તોયે ફૂલ શું સાકાર નહીં

તર્ક ભર્યા ડાહ્યાઓ કરતા બકવાદ …       ઓ જગના …

 

તારી સુંદરતાને મૂર્તિમાં આણવી

કરુણાને તારી છે એમાં છલકાવવી

મન ભાવન મૂર્તિનો ઘડવો આકાર …    ઓ જગના …

=============== ૐ ==============

અષાઢ વદ તેરસ સં. ૨૦૩૪ મંગળવાર તા. ૧-૮-૭૮

One response »

  1. જય શ્રી કૃષ્ણ ભૂદેવશ્રીને, સાદર વંદન.
    આ રચનાને થોડીક અલગ રીતે મેં સ્વાધ્યાય પરિવારમાં ભાવ ગીત સ્વરૂપે પહેલી વાર સાંભળેલી, જેમાં કેટલાંક કડવા નહોતાં અને ક્યાંક શબ્દોમાં પણ નાનો સરખો ફેરફાર હોઈ શકે. મારી દ્રષ્ટિએ મૂર્તિપૂજાને બહુ જ સરળ રીતે સ્પષ્ટ સમજણ આપતું આ ઉત્તમ ભાવગીત છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s