સપ્ટેમ્બર24 સોબત તમારી અમોને મળી છે. Posted on સપ્ટેમ્બર 24, 2013 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય (રાગ- खुदा जाने हम कहां जा रहे हैं. . .) હજારો જીવનને દિશા સાંપડી છે, હજારો કળી પુષ્પ થઈને ખીલી છે, નૌકા હજારો કિનારે ગઈ છે. સોબત તમારી અમોને મળી છે. ખુમારીને જાણે બિમારી ચઢી’તી, અને અસ્મિતા રાખ થઈને ઉડી’તી, હવે તો નવી રોશનીની ચમક છે, સોબત તમારી અમોને મળી છે. ભૂલ્યાં રાષ્ટ્ર ગૌરવ બન્યાં સ્વાર્થ સાધુ, હણ્યાં નિજના માનવ લુંટીને ખાધું, હવે પ્રેમની હુંફ સૌને મળી છે, સોબત તમારી અમોને મળી છે. તૂંટયા કેન્દ્ર શ્રદ્ધા તણાં આ ભૂમિ પર, વધ્યાં ભોગ સ્થાનો પ્રભુની ધરા પર, હવે ભાવની મ્હેંક સઘળે રમી છે, સોબત તમારી અમોને મળી છે. અધર્મે ધર્યો વેષ ધર્મીનો જ્યારે, વળી પાપ પણ જ્યાં પ્રતિષ્ઠાને પામે, તમે ધર્મ જોવાની દ્રષ્ટિ દીધી છે, સોબત તમારી અમોને મળી છે. યૌવન ચઢયું’તું ખુવારીને ચાળે, મિલકત ને સંસ્કાર સઘળુંય બાળે, હવે આગ જ્યોતિ બનીને જલી છે, સોબત તમારી અમોને મળી છે. નિરાશા બળી આશા જ્યોતિ જલી છે, હતાશા મરી કર્મધારા વહી છે, હવે શૌર્યને પણ ગતિ સાંપડી છે, સોબત તમારી અમોને મળી છે. ===ૐ=== ચૈત્ર સુદ ચૌદસ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૧૮-૪-૮૧. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading... Related