નવેમ્બર5 નવું વરસ. Posted on નવેમ્બર 5, 2013 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય (રાગ- દાદા ના કામને જુવો, આવ્યા છે પગ હવે) ચાહું સ્મરણથી આપના, કે પ્રગટો નવું વરસ; ને આપના કવનથી ગુંજો આજે નવું વરસ. નવલા પ્રકાશથી તો ચમકે સંસ્કૃતિના કળશ; રક્તાભિષેક કરવા દેવું નિજનું જીવન સરસ… ચાહું… ભૂતકાળ હોય ભીષણ, પણ છે એને ભુલી જવો; છે આજને સમજવાનો, પ્રગટયો નવો દિવસ… ચાહું… ઉલટે પ્રવાહ વહેવા કાજે જોબન ખરું ચહે; વિકરાળ કાળને ફેરવવો, થાવું ન એને વશ… ચાહું… દુર્ગુણની આગ માંથી, માનવ કુલને બચાવવાં; સદ્ગુણ સુધા પીને પીવડાવી ભરવો જીવનમાં રસ… ચાહું… ઉજળી છતાંય પૂનમ પણ છે હોળી થઈ જતી; કાળી દિપાવલીની કૂખે જન્મ્યું નવું વરસ… ચાહું… ===ૐ=== કારતક સુદ નોમ (રંગ જયંતી), સં. ૨૦૩૯, ગુરુવાર. તા. ૨૫-૧૧-૮૨. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading... Related