ગીતા અને યુવાન

સામાન્ય

ગીતા જયંતિના પાવન પર્વે શ્રી. દિનેશ પાઠક દ્વારા પ્રખ્યાત સામાયિકમાં પ્રકાશિત “ગીતા અને યુવાન” વિષય પર પ્રકાશિત લેખ રજૂ કરીએ છીએ.

આપ સૌને પ્રકાશિત લેખ ગમશે એવી આશા સાથે અહિં પ્રગટ કરીએ છીએ.

મારા ગીત પર દાદાના હસ્તાક્ષર

સામાન્ય

પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી(દાદા)ને મારું ગીત રજૂ કર્યુ અને દાદાએ તેમના હસ્તાક્ષર આશીર્વચન સાથે આપ્યા.

આ ગુજરાતી ટાયપિંગ કરાવેલ નકલમા ઘણી ત્રુટિઓ રહી ગઈ હતી. આખું ગીત નીચેની લિન્ક પર ઉપલબ્ધ છે.

‘‍દત્તનામ સ્મરણ’ પર મારું ચિંતન.

સામાન્ય

અવધૂત એકેડેમી દ્વારા આયોજીત રાજપીપળાના કાર્યક્રમમાં ‘‍દત્તનામ સ્મરણ’ પર મારું ચિંતન.

સરસ્વતી વંદના

સામાન્ય

વસંત પંચમીના પાવન પર્વે સરસ્વતી વંદના.

તમારું મનન એજ મારું કવન હો!

શૂન્ય માંથી શબ્દ થઈને વેદ બનતી શારદા

શિવ જટાથી જ્ઞાન ગંગા થઈને વહેતી શારદા

ચંદ્ર કેરા રજત રસથી દેહ જાણે તુજ બન્યા

તારકોના હાર તારા કંઠમાં શોભી રહ્યા

ધવલ વાદળના વસનમાં શોભતી માં શારદા        શૂન્ય માંથી …

અબ્ધિના ઉચાં તરંગો શ્વેત ફેને શોભતા

હંસ શો આકાર લઈને વ્યોમમાં એ પોંચતાં

વાહન બનાવી હંસનું વિદ્યા વરસતી શારદા        શૂન્ય માંથી …

કોક દી તું મયુરના ટહુકાર માંહીં ગુંજતી

સૌંદર્ય ફેલાવી જગે વિધ વિધ કલા માં નાચતી

તું મોર પર આરુઢ થઈ સૌંદર્ય પાતી શારદા        શૂન્ય માંથી …

કર મહીં વીણા જીવનમાં ગીત સંગીત રેડતી

શુષ્કતામાં પ્રેમની સરગમ મજાથી છેડતી

પ્રકૃતિ માં સ્નેહ ગુંજન ગુંજતી મા શારદા        શૂન્ય માંથી …

વિશ્વ મણકે ઘુમતી તવ માળ ક્ષણને માપતી

સૃષ્ટિના પુસ્તક મહીં તું જ્ઞાનને રેલાવતી

કર કમંડલ જલ થકી ચૈતન્ય દેતી શારદા        શૂન્ય માંથી …

મસ્તક તણા મંદિર મહીં બિરાજજે એવું ચહું

ભેદજે અજ્ઞાનના અંધારને એમજ કહું

વ્યાપક સ્વરૂપને પ્રણમતો…

View original post 15 more words

નયનં મધુરં‍

સામાન્ય
નયનં મધુરં‍

કૃષ્ણ તારી આંખડી જાણે પદ્મ પાંખડી. . . ધ્રુવ

રાધાને આંખબે ઈશારે બોલાવતો,
મૌન વાણી રાધાની સ્નેહે મમળાવતો,
રાધાનો પ્રેમ જાણે ત્યાગની છે ચાખડી… કૃષ્ણ તારી

નયણાંનાં વર્તનથી ગોપીઓ નચાવતો,
ઘેલછાને ભાવનાનાં જળથી નવરાવતો,
ભાન ભૂલે ભામિની ચાલ જોઈ ફાંકડી… કૃષ્ણ તારી

આંખની રતાશ જોઈ ચાણૂર ગાત્રો ધ્રુજે,
કંસના નયનમાંહી ભયના ભૂતો દિસે,
વાંસળીયે પાપીને લાગે દંડ લાકડી… કૃષ્ણ તારી

ભક્તોને આંખ મહીં વૃંદાવન લાગતા,
શરણે આવેલાને મોક્ષધામ લાગતા,
નિરાશા નષ્ટ થઇ વિદાય થાય રાંકડી… કૃષ્ણ તારી

આંખડીના ગોખ મહીં આવી શ્યામ નાચજે,
જન્મોની વેદના પછી આવી આ ઘડી… કૃષ્ણ તારી

= = = ૐ = = =