ઓક્ટોબર12 નવો ઈતિહાસ સર્જુ છું. Posted on ઓક્ટોબર 12, 2013 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય નથી ઈતિહાસ લખનારો, નવો ઈતિહાસ સર્જુ છું; ન પુસ્તકમાં પૂરાનારો, સમર ક્ષેત્રે વસી જઉં છું. નથી આફતથી હું ડરતો, ન વિપદાથી હું ગભરાતો; સુખો ને દુ:ખનાં મિશ્રણ તણું, શરબત પી લઉં છું. જો રોકે રાહમાં પથ્થર, પ્રતિમાઓ ઘડી લઉં છું; અગવડને બધી સગવડ બનાવી, માર્ગ કાપુ છું. નથી ચિંતા મને, કે રાહમાં અંધાર અટકાવે; સૂરજ ને ચંદ્રનાં દિવા લઈ, આગળ ધપી જઉ છું. ગણો તો હું પુરાતન છું, સનાતન નિત્ય નૂતન છું; હું અર્વાચીન વિચારોમાં, નવાં સર્જન કરી લઉં છું. પ્રતિમાઓ બધી ઈતિહાસનાં પૃષ્ઠો બની ઉભી; હું સૌનો પ્રાણ થઈ જઈને, જીવન ધારા વહાવું છું, ગ્રહોને છુટ છે, મુજ જીંદગીમાં ખેલ કરવાની; ગુરુ છે સ્થિર, એ દાદાનાં ઈશારે જીવી લઉ છું. ===ૐ=== જેઠ સુદ પૂર્ણિમા, સં. ૨૦૩૮, રવિવાર. તા. ૬-૬-૮૨. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading... Related