જય રાઘવ રામા, પ્રભુ જય માધવ શ્યામા,
પૂર્ણ પ્રગટ પુરુષોત્તમ (૨), શાશ્વત વિરામા. . . જય રાઘવ રામા
અવધપુરીથી રઘુવીર વનમાં જઈ વસ્યા, – પ્રભુ –
ગ્રામ ત્યજીને મોહન (૨), મથુરામાં વસ્યા. . . જય માધવ શ્યામા
વાનર રીંછને રામે સ્નેહ ઘણો દીધો, – પ્રભુ –
ગોપ હૃદયનો શ્યામે (૨), ભાવ બહુ પીધો. . . જય રાઘવ રામા
સંસ્કૃતિના પોષક ધર્મ ધુરા વેહતા, – પ્રભુ –
ભક્તોનાં સંરક્ષક (૨), દાનવ કુળ હણતાં. . . જય માધવ શ્યામા
યોગેશ્વર શ્રીકૃષણે ગીતામૃત પાયા, – પ્રભુ –
મર્યાદા સંયમના (૨), રામે ગીત ગાયા. . . જય રાઘવ રામા
જ્ઞાન અને ભક્તિમાં સાવ રહ્યો ઊણો – પ્રભુ –
તમ શરણે આવ્યો છું (૨), ખીલવજો ગુણો. . . જય માધવ શ્યામા
કીધાના સત્કર્મો સ્વાર્થ મહીં રમતો, – પ્રભુ –
મુજ પાપોને બાળો (૨), થાઉં હરિ ગમતો. . . જય રાઘવ રામા