Tag Archives: spiritual

દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બનો ઊઠો ઊઠો…)

 

તમે દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો…

હો ભાઈ દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો

 

તીર્થોનો રાજ ‘તીર્થરાજ’ છે પુકારતો,

એનાં શમણાંમાં રંગ પુરો પૂરો,

એ.. એ.. જ્ઞાની વૈજ્ઞાનિકના પ્રશ્નોના સૌ જવાબ,

દેશે ત્યાં પાંડુરંગ શૂરો શૂરો… રે                       દાદા…

 

પ્રશ્નોની જાળ મહીં ગૂંચવાયો માનવી,

તંત બધો આજ અહીં તૂટ્યો તૂટ્યો,

એ..એ.. બૌધિક સામાજીક આધ્યાત્મિક ઉત્તર મળ્યા,

નિજની શ્રદ્ધા જગાડી બેઠો કીધો… રે              દાદા…

 

ઊગ્યો છે ભાણ જગે શ્રદ્ધા વિશ્વાસનો,

સંસ્કૃતિ ધર્મ પ્રાણ રિઝયો રિઝયો,

એ.. એ.. પંથોના વાડાઓ સઘળા તૂટી રહ્યાને,

વૈદિક સંસ્કૃતિ માર્ગ ખૂલ્યો ખૂલ્યો… રે             દાદા…

 

સૈકાના અંધારાં દશકમાં વાળીયાં,

સાચો માનવ ઊભો કીધો કીધો

એ.. એ.. રડતી ભક્તિને વળી થોથલાં કરમ કાઢી,

સાચો જીવનનો રાહ ચીંધ્યો ચીંધ્યો… રે           દાદા…

 

આનંદો આજે ઓ દુનિયાના માનવી,

યુગને પલટાવનાર દીઠો દીઠો,

એ.. એ.. તીર્થરાજ પ્રાંગણમાં આજે મલકી રહ્યો,

યોગેશ્વર જોઈ ‘એને’ રીઝ્યો રીઝ્યો… રે             દાદા…

===ૐ===

કારતક વદ બારસ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૯-૧૨-૮૫.

અક્કલનાં ઊણાંથી એ તો વરતાય ના.

સામાન્ય

દાદા કેવા કરશે પ્રયોગો સમજાય ના,

અક્કલનાં ઊણાંથી એ તો વરતાય ના.

 

વૃક્ષ મહીં ઈશ્વરનું દર્શન કરાવીયું,

તેથી તો ઉપવનનું મંદિર બનાવીયું,

કે’વાતા ભગતોથી આવું સહેવાય ના…                  અક્કલનાં…

 

ભવ્ય મહાલયમાંથી ઈશને બોલાવીયા,

નાની કુટિરમાં પ્રભુને પધરાવીયા,

ફાળાનાં પૈસાથી ઈશ્વર પૂજાય ના…                      અક્કલનાં…

 

કૃષિ અને ઋષિને સાથે બેસાડીયા,

ભૌતિક આધ્યાત્મિકનાં સંબંધો બાંધીયા,

પદવી વિણ શિક્ષણ પ્રયોગો કળાય ના…              અક્કલનાં…

 

ધરતીનાં છોરુ ખેડૂતો ભેગા થયાં,

ખેતીની ભક્તિથી ધરતી પૂજતા રહ્યાં,

કાયદાની બંદૂકથી આવું કંઈ થાય ના…                અક્કલનાં…

 

ચાહે છે દાદા આ દુનિયા બદલાવવાં,

કલિયુગના કાતિલ પંજાથી છોડાવવાં,

કહેવાતાં ડાહ્યાથી આવું સહેવાય ના…                  અક્કલનાં…

        === ૐ ===

વૈશાખ સુદ નોમ, સં. ૨૦૩૭, મંગળવાર. તા. ૧૨-૫-૮૧.