Tag Archives: era

गंगा यमुना सरस्वती ।

સામાન્ય

गंगा यमुना सरस्वती,

करती सबकी उर्ध्वगति . . .                    गंगा . . .

 

कोटि कोटि जन संगम नहाते,

पाप चढाकर पुण्य कमाते,

स्वाध्यायी लाये भक्ति . . .                      गंगा . . .

 

युग द्रष्टाकी कहानी बानी,

प्रभु कार्यकी अमर कहानी,

पीठीका है ईश भक्ति . . .                        गंगा. . .

 

मेल हुआ मानव मानवका,

खेल मिटा अब ऊंचनीचका

ईश संतान सभी ये मति . . .                    गंगा . . .

 

कृति चढाने कॄषि बनाये,

वृक्षोमें विष्णु मन भाये,

प्रकट हुई विष्णु पत्नी . . .                       गंगा . . .

 

भक्तिकी शक्ति प्रकटाई,

संघ शक्तिकी ज्योत जलाई,

की अमृतालयम् कृति . . .                       गंगा . . .

 

जन सेवा नहीं ध्येय हमारा,

हो युग परिवर्तन ये नारा,

लाचारीसे हो मुक्ति . . .                           गंगा . . .

 

गंगा माँकी गोदमें आये,

पांडुरंग प्रसादी लिये,

तीर्थराजकी अमर स्मृति . . .                    गंगा . . .

    === ॐ ===

मार्गशीर्ष कृष्ण पक्ष ११, सोमवार, सं. २०४२ । दि. ६-१-१९८६ ।

યોગેશ્વરના ચિત્તનો તું ચોર છે.

સામાન્ય

(રાગ – દાદાજીએ ઝાલી મારી આંગળી…)

 

યોગેશ્વરના ચિત્તનો તું ચોર છે,

એનાં દિલમાં તારો કલશોર છે.

 

યુગોના જાગરણ તેં’તો મટાડ્યાં,

રુદિયાનાં બોજ બધા એનાં ઊતર્યા,

તારાં સઘળાં કામે એની મહોર છે…             એનાં…

 

વૈદિક સંસ્કૃતિનું મંદિર સજાવ્યું,

વેદ કેરી વેદનાનું રુદન શમાવ્યું,

તું તો એનાં કાળજાની કોર છે…                 એનાં…

 

માનવને માનવમાં ઈશ્વર બતાવ્યો,

શક્તિનો એની ખજાનો ઊઘાડ્યો,

કામ કરતા ના ઈશનું કામચોર જે…             એનાં…

 

યોગ સમજાવવા પ્રયોગો તેં કીધા,

ત્રિકાળ સંધ્યાના નવનીત તેં દીધાં,

ઊગાર્યા જનને પાપોથી ઘોર જે…                એનાં…

 

સ્થાન તારું મોખરે છે જગના ઈતિહાસમાં,

તોરણીયા બાંધ્યાં છે સદીઓએ દ્વારમાં,

આજે પ્રગટી વિશ્વે સાચી ભોર છે…               એનાં…

=== ૐ‌===

પોષ સુદ છઠ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૨૮-૧૨-૧૯૮૪.

દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બનો ઊઠો ઊઠો…)

 

તમે દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો…

હો ભાઈ દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો

 

તીર્થોનો રાજ ‘તીર્થરાજ’ છે પુકારતો,

એનાં શમણાંમાં રંગ પુરો પૂરો,

એ.. એ.. જ્ઞાની વૈજ્ઞાનિકના પ્રશ્નોના સૌ જવાબ,

દેશે ત્યાં પાંડુરંગ શૂરો શૂરો… રે                       દાદા…

 

પ્રશ્નોની જાળ મહીં ગૂંચવાયો માનવી,

તંત બધો આજ અહીં તૂટ્યો તૂટ્યો,

એ..એ.. બૌધિક સામાજીક આધ્યાત્મિક ઉત્તર મળ્યા,

નિજની શ્રદ્ધા જગાડી બેઠો કીધો… રે              દાદા…

 

ઊગ્યો છે ભાણ જગે શ્રદ્ધા વિશ્વાસનો,

સંસ્કૃતિ ધર્મ પ્રાણ રિઝયો રિઝયો,

એ.. એ.. પંથોના વાડાઓ સઘળા તૂટી રહ્યાને,

વૈદિક સંસ્કૃતિ માર્ગ ખૂલ્યો ખૂલ્યો… રે             દાદા…

 

સૈકાના અંધારાં દશકમાં વાળીયાં,

સાચો માનવ ઊભો કીધો કીધો

એ.. એ.. રડતી ભક્તિને વળી થોથલાં કરમ કાઢી,

સાચો જીવનનો રાહ ચીંધ્યો ચીંધ્યો… રે           દાદા…

 

આનંદો આજે ઓ દુનિયાના માનવી,

યુગને પલટાવનાર દીઠો દીઠો,

એ.. એ.. તીર્થરાજ પ્રાંગણમાં આજે મલકી રહ્યો,

યોગેશ્વર જોઈ ‘એને’ રીઝ્યો રીઝ્યો… રે             દાદા…

===ૐ===

કારતક વદ બારસ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૯-૧૨-૮૫.

તું શ્યામ વિણ બીજો નહીં.

સામાન્ય

વિશ્વમાં યુગ કાર્ય તારું જોઈ એવું થાય છે,

તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.

 

આંખને મીચકારતો કહાનો બહુ મલકાય છે,

પ્રકૃતિની મહેકથી દિલ તરબતર થઈ જાય છે,

શંકા કુશંકાનાં બધાં વાદળ હવે વીખરાય છે,

તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.

 

ઝેરને ખંખેરતા વિષધર ભરાયા જઈ ઉરે,

સ્નેહનાં સ્થાનો વીંધાયાં નેણનાં કાતિલ તીરે,

વિલાપને આલાપમાં જ્યારે તું પલટી જાય છે,

તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.

 

મોતની મુઠ્ઠી મહીં જીવન સહુનાં ધ્રુજતાં,

વિયોગને મીટાવવા અદ્ભુત પ્રયોગો તેં કીધા,

નિશ્વાસને વિદાય દઈ વિશ્વાસ નચવી જાય છે,

તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.

 

વિદ્વાન હો કે વિત્તવાનો તું મુઠેરી છે ઉંચો,

સંસાર કે પરમાર્થની ઉકેલતો સહેજે ગૂંચો,

વિશ્વ કેરો મિત્ર ‘વિશ્વામિત્ર’ તું થઈ જાય છે,

તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.

 

હર યુગે હું અવતરીશ એવું વચન કૃષ્ણે દીધું,

છે તું સમીપ પણ વામણી નજરે નહીં દર્શન કીધું,

પદવી “જગદ્દગુરુ”ની તું સાચી ઠરાવી જાય છે,

તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.

        === ૐ ===

ભાદરવા સુદ આઠમ, સં. ૨૦૪૧, શનિવાર. તા.૨૧-૯-૮૫.

છંદ – ૧

સામાન્ય

ઊડે ગુલાલ આજ સંસ્કૃતિને ભાલ આજ,

લાલ લાલ વ્યોમ થકી વરસતું આવે,

સ્વાર્પણનું શોણિત જે ગગને છવાયું તે,

આનંદ ઊર્મિ કેસૂડાં થઈ આવે.

 

સંસ્કૃતિ ને ધર્મ આજ નાચતાં આનંદે,

લાલ લાલ સુરખી તો નાચે છે ગાલે,

ખુશીઓની રાગિણી ઈશને સુણાવતાં,

નાચે છે નાનકડા બાળકશા તાલે.

 

કુમકુમનાં પગલાંએ આવે છે માવડી,

યુગયુગની કાલિમા લુંછાતી આજે,

કર્મહીન માનવનાં મેણાં ફીટાયાં ને,

સ્ત્રીજન શક્તિ કાર્યક્ષેત્ર સાધે છે આજે.

 

મનડાનો મહીસાસુર ચંડમુંડ મારીને,

વાત્સલ્ય ઝરણાં છલકાવે છે આજે,

જ્ઞાન ભક્તિ કર્મ દઈ જનને રમાડતાં,

પાંડુરંગ સ્વાધ્યાયી પીણું પીવડાવે.

    === ૐ ===